Home /News /entertainment /ફોટોમાં દેખાતો આ ટેણિયો આજે બોલિવુડ પર કરે છે રાજ, તેની એક-એક ફિલ્મ બનાવે છે અનોખો રેકોર્ડ, તમે ઓળખ્યો?

ફોટોમાં દેખાતો આ ટેણિયો આજે બોલિવુડ પર કરે છે રાજ, તેની એક-એક ફિલ્મ બનાવે છે અનોખો રેકોર્ડ, તમે ઓળખ્યો?

આ સુપરસ્ટારનો બાળપણનો ફોટો વાયરલ થયો (Photo: Instagram)

Celebs Childhood Pics:હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટરના બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક હિંટ આપતાં તમને જણાવી દઈએ કે આ સ્ટારનું નામ બોલિવૂડના ટોપ એક્ટર્સની લિસ્ટમાં આવે છે.

Bollywood Celebs Childhood Pics: હિન્દી સિનેમાના સેલેબ્સના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. જેને જોઈને તમે પણ તેમને સરળતાથી ઓળખી શકતા નથી. હાલમાં જ બોલિવૂડના એક મેગા સુપરસ્ટારનો બાળપણનો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આખરે આ સુપરસ્ટાર કોણ છે. તેવામાં, ચાલો જાણીએ કે ઇન્ડસ્ટ્રીના કયા એક્ટરનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ સુપરસ્ટારનો બાળપણનો ફોટો વાયરલ થયો


આ ફોટો જોયા પછી હવે તમે પણ તમારું ગણિત લગાવી રહ્યા હશો કે આખરે આ બાળપણનો ફોટો કયા બોલિવૂડ સુપરસ્ટારનો છે. ચાલો તમને એક હિંટ આપીએ કે આ એક્ટરના નામે બોક્સ ઓફિસ પર સૌથી વધુ 200 કરોડ અને 300 કરોડની ફિલ્મોનો રેકોર્ડ છે. એટલું જ નહીં આ એક્ટર ભાઈજાનના નામથી પણ ઓળખાય છે. હવે તમે સમજી જ ગયા હશો કે આ બાળપણનો ફોટો બીજા કોઈનો નહીં પણ હિન્દી સિનેમાના મેગા સુપરસ્ટાર સલમાન ખાનનો છે.




થોડા સમય પહેલા સલમાન ખાને (Salman Khan) પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો આ ચાઇલ્ડહૂડ ફોટો શેર કર્યો હતો. બાળપણના આ ફોટોમાં સલમાન ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. ફોટો જોઈને અંદાજ લગાવી શકાય છે કે ભાઈજાનનો આ ફોટો તે સમયનો છે જ્યારે તે લગભગ 6 મહિનાનો હશે.





આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન ખાન


સલમાન ખાનની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં ફેન્સ સલમાન ખાનની (Salman Khan) અપકમિંગ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખબર છે કે સલમાન આગામી સમયમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ki Jaan) અને 'ટાઈગર 3' (Tiger 3) માં જોવા મળશે. સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન' આ વર્ષે એપ્રિલ મહિનામાં ઈદ પર અને 'ટાઈગર 3' દિવાળી પર રિલીઝ થશે.
First published:

Tags: Actor salman khan, Bollywood Latest News, Salman Khan Movie, Salmankhan