Home /News /entertainment /

Human: કીર્તિ કુલહારીએ શેફાલી શાહ સાથે કિસ સીન પર કહ્યું, 'મને ડર લાગતો હતો, જો...'

Human: કીર્તિ કુલહારીએ શેફાલી શાહ સાથે કિસ સીન પર કહ્યું, 'મને ડર લાગતો હતો, જો...'

ડિઝની હોટસ્ટાર (Hotstar) પર રિલીઝ થયેલી વેબ સિરીઝ હ્યુમન (Web Series Human) આ દિવસોમાં ચર્ચામાં

Human Web Series - આ સિરીઝમાં કીર્તિ કુલ્હારી અને શેફાલી શાહ એકબીજા સાથે એક કિસિંગ સીન કરતા પણ જોવા મળ્યા છે, તાજેતરમાં કીર્તિએ આ અંગે પોતાનો અનુભવ શેર કર્યો

ડિઝની હોટસ્ટાર (Hotstar) પર રિલીઝ થયેલી વેબ સિરીઝ હ્યુમન (Web Series Human) આ દિવસોમાં ચર્ચામાં છે. આ શ્રેણીમાં શેફાલી શાહ (Shefali Shah) અને કીર્તિ કુલહારી (Kirti Kulhari) મુખ્ય ભૂમિકામાં છે. આ સીરીઝમાં દર્શાવાયું છે કે કેવી રીતે નવી દવાઓ બજારમાં લાવવામાં આવે તે પહેલા માનવીઓ પર તેના ટ્રાયલ કરવામાં આવે છે. કેવી રીતે દવાની અજમાયશમાં લોકો કંપનીઓ અને ડોકટરો માટે નોટ પ્રિન્ટીંગ મશીનમાં ફેરવાય છે અને લોભની કોઈ સીમા રહેતી નથી. આ સિરીઝમાં કીર્તિ કુલ્હારી અને શેફાલી શાહે ડોક્ટરની ભૂમિકા ભજવી હતી. બંને એકબીજા સાથે એક કિસિંગ સીન કરતા પણ જોવા મળ્યા છે. તાજેતરમાં કીર્તિએ આ અંગે પોતાનો અનુભવ શેર કર્યો હતો.

KISSના સીન વખતે વિચિત્ર વિચાર આવતા હતા

કીર્તિ કુલ્હારી માટે સ્ક્રીન પર એક મહિલાને કિસ કરવી આસાન ન હતું. હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે એક મહિલા સાથે આ કેમિસ્ટ્રી બનાવવાનો વિચાર કરવો પણ તેના માટે અજીબ હતો. આ સીન શૂટ કરતી વખતે તેના મગજમાં વિચિત્ર વિચારો આવી રહ્યા હતા.

આ માટે હતું અલગ

કીર્તિએ કિસીંગ સીન અંગે વાતચીતમાં કહ્યું કે હું એક અભિનેત્રી છું અને તેના માટે તૈયાર છું, પરંતુ આ બાબત હજી પણ મારા માટે વિચિત્ર છે. કારણ કે મેં આ પહેલા ક્યારેય આવું કર્યું નથી. મહિલા સાથે કેમિસ્ટ્રી બનાવતી વખતે છોકરા માટે હોય તેવા જ એક્સપ્રેશન આપવા મારા માટે હજી પણ વિચિત્ર છે. આ એક અલગ જ બાબત છે.

આ પણ વાંચો - પેન્ટની ઝિપ ખોલીને Photos શેર કરવા બદલ troll થઈ ખેસારી લાલ યાદવની અભિનેત્રી, લોકો ઉડાવી રહ્યા છે મજાક

બિક હતી ક્યાંક હું ટર્ન ઓન ના થઈ જાઉં?

હ્યુમન'માં કિસિંગ સીન શૂટ કરવા અંગે અભિનેત્રીએ કહ્યું, 'મને લાગે છે કે કિસિંગ સીનને લઈને સૌથી વધુ નર્વસ મારા ડિરેક્ટર મોસેસ સિંહ હતા. હું વિચારી રહી હતી કે શું થશે? જો KISS કરતી વખતે મને કંઈક ફીલ થવા લાગે, જો હું ટર્ન ઓન થઈ જઉં તો શું? પછી હું બેસીને વિચારવા લાગુ કે શું મને પણ સ્ત્રીઓમાં રસ છે? અમે રિહર્સલ કર્યું નહતું. ડાયરેક્ટરે કિસના જુદા જુદા એંગલથી 8-10 ટેક લીધા.

જ્યારે કીર્તિએ કહ્યું કે, તેણે ઓનસ્ક્રીન તેની વર્જિનિટી ગુમાવી દીધી છે

કીર્તિએ એ પણ જણાવ્યું કે સીન પૂરો કર્યા પછી તેણે શેફાલીને એમ પણ કહ્યું કે મેં તારી સાથે મારી ઓનસ્ક્રીન વર્જિનિટી ગુમાવી દીધી છે. મેં ક્યારેય ઓનસ્ક્રીન કિસ નથી કરી.
Published by:Ashish Goyal
First published:

Tags: Entertainment, બોલિવૂડ

આગામી સમાચાર