કિરણ કૂમારની ફિલ્મ 'બાપ રે' વિવાદોમાં, કોર્ટે ફિલ્મની રિલીઝ પર લગાવી રોક

News18 Gujarati
Updated: January 11, 2019, 4:21 PM IST
કિરણ કૂમારની ફિલ્મ 'બાપ રે' વિવાદોમાં, કોર્ટે ફિલ્મની રિલીઝ પર લગાવી રોક
બાપ રે, મૂવી પોસ્ટર

ફિલ્મની રિલીઝ પર રોક લગાવનારા અરજદારનાં વકીલનું કહેવું છે કે, આ ફિલ્મ ભૂતકાળમાં બનેલી ફિલ્મ 'બાપ રે બાપ'ની કોપી છે.

  • Share this:
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'બાપ રે' વિવાદોમાં સપડાઇ છે. ફિલ્મ પર હાઇકોર્ટે સ્ટે લાવી દીધો છે. આ ફિલ્મ 18 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવાની હતી પણ કોર્ટે તેની રિલીઝ અટકાવવાનો આદેશ આપ્યો છે.

ફિલ્મની રિલીઝ પર રોક લગાવનારા અરજદારનાં વકીલનું કહેવું છે કે, આ ફિલ્મ ભૂતકાળમાં બનેલી ફિલ્મ 'બાપ રે બાપ'ની કોપી છે. બંનેનાં નામની સાથે સાથે તેનો સ્ટોરી કોન્સેપ્ટ પણ એક સરખો જ છે.

આપને જણાવી દઇએ કે કિરણ કુમાર સ્ટાર આ ફિલ્મનાં ડિરેક્ટર નિરવ બારોટ છે તેણે જ મલહાર અને મોનલ ગજ્જરની 'થઇ જશે' ડિરેક્ટ કરી હતી

ફિલ્મની રિલીઝ અટકી જતા ફિલ્મનાં લિડ હિરો કિરણ કુમારને મોટો છાટકો લાગ્યો છે. 18 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ કોર્ટે રિલીઝ ન કરવાનો આદેશ આપ્યો છે.

હાલમાં ગુજરાતી ફિલ્મો અને ગીતોમાં જુના ગીતો કોપી કરવાનું ચલણ જાણે વધ્યુ હોય તેમ લાગે છે. આ પહેલાં કિંજલ દવેનાં ગીત 'ચાર ચાર બંગડી વાળી ગાડી'ની પર આરોપ હતો કે તે ચોરાયેલું સોન્ગ છે.

 
First published: January 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading