Home /News /entertainment /

Viral Video: તાન્ઝાનિયાનો Kili Paul બન્યો રણબીર કપૂર, 'Channa Mereya' ગીત કર્યું રિક્રિએટ

Viral Video: તાન્ઝાનિયાનો Kili Paul બન્યો રણબીર કપૂર, 'Channa Mereya' ગીત કર્યું રિક્રિએટ

Viral Video: આ વિડીયોમાં કિલી પોલ સોન્ગનું લિપસિંગ કરવાની સાથે સાથે ડાન્સ પણ કરી રહ્યો છે.

Viral Video: આ વિડીયોમાં કિલી પોલ સોન્ગનું લિપસિંગ કરવાની સાથે સાથે ડાન્સ પણ કરી રહ્યો છે.

આફ્રીકી કિલી પોલ (Kile Paul)ને આજે કોણ નથી ઓળખતું, સોશિયલ મીડિયા પર પોતાના ટેલેન્ટના કારણે આજે તેને દરેક યુઝર્સ જાણે છે. તાન્ઝાનિયામાં રહેનારા આ ભાઇ બહેન આજે ઇન્ટરનેટ સેન્સેશન બની ચુક્યા છે. ફિલ્મ શેરશાહનું 'રાતા લંબિયા' સોન્ગ પર લિપસિંગ કરીને તાન્ઝાનિયાના આ ભાઇ બહેન રાતો રાત સ્ટાર બની ગયા હતા. ત્યારે ફરી એક વાર તેઓ યુઝર્સને એન્ટરટેન્મેન્ટ કરવા માટે આવી ગયા છે.

કિલી પોલનો આ વિડીયો જોઇને તમે રણબીર કપૂર (Ranbir Kapoor)ને પણ ભૂલી જશો

કિલી પોલે શેર કરેલા આ વિડીયોને જોઇને તમે રણબીર કપૂરને પણ ભૂલી જશો. ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'નું સોન્ગ 'ચન્ના મેરેયા' પર ઘણા આશિકોને તમે આ સોન્ગ ગાતા ને લિપસિંગ કરતાં જોયા હશે, પરંતુ કિલી પોલ જે અંદાજમાં આ સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે, તે જોઇને તમે પણ દંગ રહી જશો.

આ વિડીયોમાં કિલી પોલ સોન્ગનું લિપસિંગ કરવાની સાથે સાથે ડાન્સ પણ કરી રહ્યો છે. કિલી પોલની પોપ્યુલેરિટીનો અંદાજ આ જોઇને જ લગાવી શકાય છે કે, બોલિવુડનાં ઘણા સ્ટાર્સ કિલી પોલના વિડીયોને શેર કરતાં રહે છે.

આ પહેલાં પણ 'ડાન્સ મેરી રાની' (Dance meri rani) સોન્ગ પર પોલે ડાન્સ કર્યો હતો, જેમાં તેણે નોરા ફતેહ અલી ખાનની હુબહુ કોપી કરી હતી. આ વિડીયોને પણ યુઝર્સે ખુબ જ પસંદ કર્યો હતો. આ વિડીયોને પણ ખુગ ગુરુ રંધાવા અને નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.








View this post on Instagram






A post shared by Kili Paul (@kili_paul)






એક ઇન્ટરવ્યુમાં કિલી પોલે જણાવ્યું હતું કે, તેમને નાનપણથી બૉલીવુડ સોન્ગ પસંદ છે, આ સિવાય તેમના ગામમાં વીજળી પણ નથી જેને લઇને પોતાના ફોનને ચાર્જ કરવા માટે બીજા ગામમાં જવું પડે છે. જે બાદ પોલ પોતાના મોબાઇલમાં વિડીયો બનાવીને પોસ્ટ કરે છે.








View this post on Instagram






A post shared by Kili Paul (@kili_paul)






પોલ કહે છે કે, "મને બોલિવુડ ફિલ્મો ખુબ પસંદ છે, કારણ કે હું ભારતીય ફિલ્મો જોઇને મોટો થયો છુ, હું હિન્દી સોન્ગ સાંભળુ છું, તો મને સારું ફિલ થાય છે."








View this post on Instagram






A post shared by Kili Paul (@kili_paul)






ટ્રેન્ડિંગ રિલ્સ બનાવે છે આ ભાઈ-બહેન

કિલી પોલની બહેન નીમા પોલ કહે છે, "મને હિન્દી સમજમાં નથી આવતી, પણ થોડા શબ્દ સમજાય છે. જેમ કે દિલ એટલે હાર્ટ, પાણી એટલે વોટર, સોન્ગના શબ્દો પકડીને અમે રિઅલ્સ બનાવી લઇએ છીએ. આ સિવાય ભારતમાં શું ટ્રેન્ડિંગ છે, તેના વિડીયો જોઇને અમે એ સોન્ગ અને ડાન્સ પર વિડીયો બનાવી લઇએ છીએ."
First published:

Tags: World, બોલીવુડ, વાયરલ વીડિયો

આગામી સમાચાર