કીકૂ શારદાએ વિદેશમાં ઓર્ડર કરી ગરમ ચા, આવ્યું 78,650 બિલ

પ્રખ્યાત કોમેડિયન કીકૂ શારદાને એક ચા અને એક કોફી માટે 78,650 રૂપિયાનું બીલ ચુકવવું પડ્યું. તેણે સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

News18 Gujarati
Updated: September 5, 2019, 11:02 AM IST
કીકૂ શારદાએ વિદેશમાં ઓર્ડર કરી ગરમ ચા, આવ્યું 78,650 બિલ
પ્રખ્યાત કોમેડિયન કીકૂ શારદાને એક ચા અને એક કોફી માટે 78,650 રૂપિયાનું બીલ ચુકવવું પડ્યું. તેણે સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
News18 Gujarati
Updated: September 5, 2019, 11:02 AM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા કોમેડિયન કીકૂ શારદાને એક કપ ગરમ ચા અને એખ કેપેચીનો કોફીનાં એવજમાં 78,650 રૂપિયા બિલ આપવું પડ્યું. તેણે આ ફોટો તેનાં ટ્વિટર પેજ પર શેર કરીછે. કીકૂએ આખાં મામલાની માહિતી આપતા લખ્યું કે, મને એક કપ કેપેચીનો માટે હજારો રૂપિયા બિલ પકડાવવામાં આવ્યો પણ હું આ ફરિયાદ નથી કરી રહ્યો.

બિલ પ્રમાણે, કીકૂએ એક ગરમ ચા માટે 30,000 ઇન્ડોનેશિયન રૂપિયા અને કેપેચિનો માટે 35,000 ઇન્ડોનેશિયન રૂપિયા વસુલાવામાં આવ્યાં જ્યારે સર્વિસ ચાર્જ તરીકે 13650 ઇન્ડોનેશિયન રૂપિયા વસુલવામાં આવ્યાં. કૂલ બિલની રકમ 78,650 ઇન્ડોનેશિયન રૂપિયા હતી.


Loading...

જે બાદ તેણે ફરિયાદ ન કરવાં અંગે લખ્યું કે, થોડા દિવસ પહેલાંની આ ઘટના યાદ કરી જ્યારે રાહુલ બોસને એક ફાઇવ સ્ટાર હોટલમાં બે કેળા માટે પાંચસોથી વધુ રૂપિયા વસુલવામાં આવ્યાં હતાં. પણ કીકૂની આ ફરિયાદ અંગે અલગ જ કહાની છે.

ઉલ્લેખનીય છે કે, કીકૂ, થોડા દિવસો પહેલાં બાલી, ઇન્ડોનેશિયા ફરવા ગયો હતો. અમે પહેલાં પણ આવું ઘણી વખત સાંભળ્યું છે કે, બાલીનું ચલણ ભારતની સરખામણીએ ઘણું ઓછું છે. તેથી ઘણા લોકો વિદેશી ટૂર માટે ભારતથી ઇન્ડોનેશિયા જવા પર ભાર મુકતા હોય છે.બાલીનાં 78,650નાં બીલનો અર્થ છે ભારતનાં માત્ર 400 રૂપિયા. એવામાં એક ચાની કિંમત માટે તે કોઇ જ ફરિયાદ નહીં કરે. આશરે 400 રૂપિયામાં ચા અને કોફીનો ભાવ ઘણી ભારતીય હોટલ અને કાફેમાં પણ વસુલવામાં આવે છે. કીકૂ શારદા 'ધ કપિલ શર્મા શો'માં અહમ ભૂમિકા અદા કરે છે
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...