કપિલના શોમાં કિકુએ કહ્યું- સલમાનનું ગીત ગાઇશ, તે શોનો પ્રોડ્યુસર છે

News18 Gujarati
Updated: January 27, 2019, 3:36 PM IST
કપિલના શોમાં કિકુએ કહ્યું- સલમાનનું ગીત ગાઇશ, તે શોનો પ્રોડ્યુસર છે
કિકુ શારદાએ પણ મજાકિયા અંદાજમાં સલમાન ખાનની ફિલ્મનું ગીત ગાયું હતું

કિકુ શારદાએ પણ મજાકિયા અંદાજમાં સલમાન ખાનની ફિલ્મનું ગીત ગાયું હતું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શનિવારે પ્રસારિત થયેલા 'ધ કપિલ શર્મા શો'ના એપિસોડમાં ઇન્ડિયન આઇડિયલ ફાઇનલિસ્ટ, સિંગર વિશાલ દદલાણી અને જાવેદ અલી મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જ્યાં ઇન્ડિયન આઇડિયલના સિંગર્સે પોતાની ગાયિકીથી બધાના દિલ જીત્યા હતા.

આ દરમિયાન કિકુ શારદાએ પણ મજાકિયા અંદાજમાં સલમાન ખાનની ફિલ્મનું ગીત ગાયું હતું. આ ગીત પછી તેણે કહ્યું હતું કે, સલમાન ખાન આ શોનો પ્રોડ્યુસર છે. જો તેની ફિલ્મના ગીત ગાઇશું તો શોમાં રહીશું. ઉલ્લેખનીય છે કે, કપિલના શોને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. હાલમાં જ તે તેના પિતા સલીમ ખાન અને ભાઇ અરબાઝ ખાન સાથે આ શોમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: TRPમાં કપિલ શર્માના શોને લપડાક ખતરો કે ખેલાડી નંબર 1તમને જણાવી દઇએ કે, કપિલ શર્માનો શો આ સપ્તાહે ટીઆરપીની રેસમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. જ્યાં રોહિત શેટ્ટીનો રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી' 96 લાખ ઇમ્પ્રેશન સાથે ટોપ પર છે.
First published: January 27, 2019, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading