Home /News /entertainment /કિયારા અડવાણીનું સિમ્પલ દેખાતું મંગળસૂત્ર પણ છે કરોડોનું, કિંમત ઉડાવી દેશે હોશ
કિયારા અડવાણીનું સિમ્પલ દેખાતું મંગળસૂત્ર પણ છે કરોડોનું, કિંમત ઉડાવી દેશે હોશ
કિયારાનું મંગળસૂત્ર છે એકદમ હટકે
કિયારા (Kiara Mangalsutra)એ એરપોર્ટ પર લગ્ન બાદના નવ પરિણીતાના લુકને ફ્લોન્ટ કર્યો છે. સેંથામાં સિંદૂર અને ગળામાં સાદું મંગળસૂત્ર પહેરીને કિયારાની ખૂબ જ સુંદર લાગી રહી હતી. જોકે, કિયારા (Mangalsutra Cost)નું સાદું દેખાતું મંગળસૂત્ર પણ કરોડો રૂપિયાનું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)એ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે સિદ્ધાર્થ અને કિયારા લગ્ન (Sidharth-Kiara Wedding) બાદ દિલ્હી પરત ફર્યા છે.
જ્યાં કિયારા (Kiara Mangalsutra)એ એરપોર્ટ પર લગ્ન બાદના નવ પરિણીતાના લુકને ફ્લોન્ટ કર્યો છે. સેંથામાં સિંદૂર અને ગળામાં સાદું મંગળસૂત્ર પહેરીને કિયારાની ખૂબ જ સુંદર લાગી રહી હતી. જોકે, કિયારા (Mangalsutra Cost)નું સાદું દેખાતું મંગળસૂત્ર પણ કરોડો રૂપિયાનું છે.
કિયારા અડવાણીએ જેસલમેર છોડતા પહેલા અને દિલ્હી પહોંચી ત્યારે પોતાનું સિમ્પલ મંગળસૂત્ર (Kiara Advani Wedding) ફ્લોન્ટ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર કિયારાના મંગળસૂત્રની કિંમત લગભગ 2 કરોડ (Kiara Nupital Chain Cost) છે. રિપોર્ટ્સ અનુસાર, કિયારાનું મંગળસૂત્ર ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યું છે. કિયારાનું મંગળસૂત્ર એકદમ સિમ્પલ છે, જેમાં સોનેરી ચેનમાં કાળા મણકા અને વચ્ચે મોટો ડાયમંડ છે.
કિયારાની રિંગે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું
કિયારા અડવાણીનો બ્રાઇડલ લૂક (Kiara Advani Bridal Look) ચાહકોને ખૂબ ગમ્યો છે. આ સાથે તેની સોલિટેર ડાયમંડ રિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેની અંડાકાર આકારની ડાયમંડ રિંગ ખૂબ જ સુંદર દેખાતી હતી.
રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીની વેડિંગ રિંગ (Kiara Advani Diamond Ring)ની કિંમત પણ કરોડોમાં રૂપિયા છે. લગ્ન બાદ આ કપલ હાલ દિલ્હીમાં છે, જ્યાં પરિવાર અને મિત્રો માટે ભવ્ય રિસેપ્શન રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી સામે આવેલી જાણકારી મુજબ કિયારા અને સિદ્ધાર્થ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બોલિવુડના મિત્રો માટે ગ્રાન્ડ રિસેપ્શન આપવા જઈ રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કિયારા અને સિધ્ધાર્થના લગ્ન ધામધૂમથી થયા હતા. આ પ્રસંગે ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન માટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કિયારા અડવાણીનો સ્પેશિયલ વેડિંગ ડે લહેંગાને ડિઝાઈન કર્યો હતો. રોઝ પિંક કલરથી લઈને તેના પર કરવામાં આવેલી સિલ્વર એમ્બ્રોઇડરીના કારણે તેના પર સૌનું ધ્યાન ગયું હતું. જેની સાથે કિયારાની સિમ્પલ મિનિમલ મેકઅપ અને સ્લીક હેરસ્ટાઇલ રાખી હતી. આ લુક આગામી લગ્ન સિઝનમાં નવવધૂઓ પણ ટ્રાય કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર