Home /News /entertainment /સિદ્ધાર્થ-કિયારાની હલ્દી સેરેમનીની ખાસ તસવીરો ભાઇ મિશાલે કરી દીધી શેર, જોવા જેવું છે એક્ટ્રેસનું રિએક્શન

સિદ્ધાર્થ-કિયારાની હલ્દી સેરેમનીની ખાસ તસવીરો ભાઇ મિશાલે કરી દીધી શેર, જોવા જેવું છે એક્ટ્રેસનું રિએક્શન

કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૂર્યગઢ કિલ્લામાં હોસ્ટ કરવામાં આવેલી એક્ટ્રેસની હલ્દી સેરેમનીના કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે.

કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૂર્યગઢ કિલ્લામાં હોસ્ટ કરવામાં આવેલી એક્ટ્રેસની હલ્દી સેરેમનીના કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે.

Kiara Sidharth Haldi Pics: બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોયલ વેડિંગ કર્યા. હલ્દી સેરેમની સાથે શરૂ થયેલુ કપલના લગ્નનું સેલિબ્રેશન 12 ફેબ્રુઆરીએ મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન સાથે ખતમ થયુ.

ત્યારથી ન્યૂલી વેડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના વેડિંગ બેશની તસવીરો શેર કરીને ફેન્સને ટ્રીટ આપી રહ્યાં છે.



આ પણ વાંચો :  હેં! 'Taarak Mehta Ka Ooltah Chashmah'માં જલ્દી થશે 'દયા ભાભી'ની એન્ટ્રી, દિશા વાકાણીના કમબેક પર અસિત મોદીએ આપી દીધી આ મોટી હિંટ

મિશાલે કિયારા અને તેની માતા સાથેની તસવીરો શેર કરી


તે જ સમયે, કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સૂર્યગઢ કિલ્લામાં હોસ્ટ કરવામાં આવેલી એક્ટ્રેસની હલ્દી સેરેમનીના કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે. મિશાલે વેલેન્ટાઈન ડે પર તેની લાડલી બહેન કિયારા અને માતા જેનેવીવ અડવાણી સાથે બે સુંદર તસવીરો શેર કરી હતી.



કિયારા અને તેનો ભાઈ મિશાલ તસવીરમાં જોવા મળે છે. કિયાર ઓફ વ્હાઇટ લહેંગા પર યલો દુપટ્ટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ હેવી જ્વેલરી પણ પહેરી છે. જ્યારે મિશાલે વ્હાઇટ અને બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે. બીજી તસવીરમાં મિશાલ તેની માતા સાથે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :  પલક તિવારીએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ડીપનેક રિવિલિંગ ટૉપમાં ન દેખાવાનું બધુ દેખાવા લાગ્યું

કિયારાએ ભાઈની પોસ્ટ પર કોમેન્ટ કરી


તસવીરો શેર કરવાની સાથે જ મિશાલે કેપ્શનમાં લખ્યું કે, "મને આનાથી વધુ કોઈ પ્રેમ કરતું નથી." તે જ સમયે, કિયારા અડવાણીએ પણ તેના ભાઈની પોસ્ટ પર રિએક્શન આપ્યું છે અને કોમેન્ટમાં લખ્યું છે કે, "આઇ લવ યુ."


સિદ્ધાર્થ-કિયારાની હલ્દીની તસવીરોએ ઈન્ટરનેટ પર છવાઇ


વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર પોસ્ટ કરવામાં આવેલી 'શેરશાહ' કપલની હલ્દીની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તસ્વીરોમાં, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા મનીષ મલ્હોત્રા દ્વારા કસ્ટમ-મેઇડ ઑફ-વ્હાઇટ અને મસ્ટર્ડ યલો આઉટફિટ્સમાં એકસાથે પરફેક્ટ લાગે છે. કિયારાએ હલ્દી સેરેમની માટે ચિકનકારી લહેંગા પહેર્યો હતો, જે તેણે મોતીથી કવર ક્રોપ ટોપ અને મસ્ટર્ડ યલો એમ્બ્રોઇડરી વાળા લહેંગા સાથે પેર કર્યો હતો. બીજી તરફ, સિદ્ધાર્થ, મસ્ટર્ડ યલો કલરના કુર્તામાં ડૅપર દેખાતો હતો, જેને તેણે ફ્લેર્ડ ટ્રાઉઝર અને હેન્ડ પેઇન્ટેડ શોલ સાથે પેર કર્યો હતો.


કેવી રીતે શરૂ થઈ કિયારા અને સિદ્ધાર્થની લવ સ્ટોરી ?


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમના મોસ્ટ પોપ્યુલર પ્રોજેક્ટ 'શેરશાહ'માં સાથે કામ કર્યાના ઘણા સમય પહેલા મળ્યા હતા. હકીકતમાં તેઓ કિયારાના બ્રેક-થ્રુ પ્રોજેક્ટ લસ્ટ સ્ટોરીઝની રેપ પાર્ટીમાં મળ્યા હતા. આ પછી બંનેએ 'શેર શાહ'ના શૂટિંગ દરમિયાન વાત કરવાનું શરૂ કર્યું અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. કિયારા અને સિદ્ધાર્થે 4 વર્ષથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા બાદ રોયલ વેડિંગ કર્યા છે.
First published:

Tags: Bollywood Latest News, Kiara Advani, Royal wedding, Sidharth malhotra

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો