Home /News /entertainment /KIARA ADVANIએ પીળા રંગની બિકિનીમાં ફોટો શેર કરી જાહેર કરી ખાસ ઇચ્છા
KIARA ADVANIએ પીળા રંગની બિકિનીમાં ફોટો શેર કરી જાહેર કરી ખાસ ઇચ્છા
(PHOTO- @kiaraaliaadvani)
કિઆરા અડવાણી (Kiara Advani)નીઆ ફોટો તેનાં માલદીવ વેકેશન્સની છે. જેમાં તે યલો બિકિની અને શ્રગમાં પોઝ આપતી નજર આવે છે. તેણે તેનાં લૂકને સન હેટથી પૂર્ણ કર્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની બ્યૂટી કિયારા અડવાણી (Kiara Advani)એ હાલમાં જ શોબિઝ ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ પૂર્ણ કર્યા છે. ઇન્ડસ્ટ્રીમાં તેનાં સાત વર્ષ પૂર્ણ થવા પર કિયારાએ જશ્ન મનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર કિયારાએ તેનાં ફેન્સ માટે એક તસવીર શેર કરી છે. કિયારાની ફેનફોલોઇંગ ઘણી જ મોટી છે. સોશિયલ મીડિયા પર તેનાં 17.5 મિલિયન ફોલોઅર્સ છે અને તેની તસવીર (Kiara Advani Photo) શેર થતા જ તેનાં પર તેઓ લાઇક કમેન્ટની વરસાદ કરી દેતા હોય છે. હાલમાં જ કિઆરાએ તેનો ફોટો શેર કર્યો જે ચર્ચામાં છે.
કિયારા અડવાણીની આ તસવીર તેનાં માલદીવ વેકેશન સમયની છે. જેમાં તે યલો બિકિનીમાં અને શ્રગ સાતે પોઝ આપતી નજર આવે છે. તેણે સન હેટથી તેનો લૂક કમ્પ્લિટ કર્યો છે. જેમાં તે ખુબજ સુંદર દેખાય છે. ફોટો શેર કરતાં કિયારાએ એક ઇચ્છા જાહેર કરી છે. તે લખે છે કે, 'ડિયર, બિકિની બોડી, ફરી પાછી આવી જા.' કિયારાની આ તસવીર તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે.
આપને જણાવી દઇએ કે, કિયારાએ 13 જૂન 2014નાં ફિલ્મ 'ફુગલી'થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમએ એમએસ ધોની, ભારત અને નેનુ, કબીર સિંહ, લસ્ટ સ્ટોરીઝ, ગિલ્ટી, ગુડ ન્યૂઝ લક્ષ્મી અને ઇંદુ કી જવાની જેવી ફિલ્મો કરી છે. આ ઉપરાંત જો તેનાં અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરીએ તો, તે શેરશાહ, ભૂલ ભુલૈયા 2, જુગ જુગ જીઓ અને શસાંક ખેતાનની ફિલ્મમાં નજર આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર