Home /News /entertainment /

કિયારા અડવાણીએ શેર કરી સુંદર તસવીર, નજર નહીં હટાવી શકો તમે

કિયારા અડવાણીએ શેર કરી સુંદર તસવીર, નજર નહીં હટાવી શકો તમે

માલ્દિવસમાં કિયારાની મસ્તી

સિદ્ધાર્થ અને કિયારા બંનેએ સાથે ભલે તેમની તસવીરો શેર ન કરી હોય પણ આ જોડી હાલમાં માલદિવ્સમાં સાથે છે. હાલમાં કિયારાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નવાં વર્ષની ઉજવણી માટે બોલિવૂડ સીતારાઓ વેકેશન પર છે. કેટલાંક ફેમિલી હોલિડે પ્લાન કર્યો છે તો કેટલાંક તેમનાં ખાસ મિત્રો સાતે પહોચ્યા છે. એવામાં વાતો છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક સાથે માલદિવ્સમાં છે.

    બંનેએ સાથે ભલે તેમની તસવીરો શેર ન કરી હોય પણ આ જોડી હાલમાં માલદિવ્સમાં સાથે છે. હાલમાં કિયારાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ઘણી બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ નજર આવી રહી છે.








    View this post on Instagram






    A post shared by KIARA (@kiaraaliaadvani)






    કિયારાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી છે. જેમાં તેણે બૂમરેંગ શેર કર્યું છે. જેમાં તે સાઇકલ ચલાવતી નજર આવે છે.

    કિયારાની પર્સનલ લાઇફ અંગે વાત કરી તો, આપને જાણીને વિશ્વાસ નહીં થાય કે, તે દિગ્ગજ એક્ટર અશોક કુમારની પૌત્રી છે. હાલમાં તે ઘણી ફિલ્મોનો ભાગ બની રહી છે. ફિલ્મ કબીર સિંહમાં તેનાં કામની ઘણી પ્રસંશા થઇ હતી અને જે બાદ તેણે ઘણી ફિલ્મો હાથ લાગી છે. હાલમાં તેનાં હાથમાં જુગ જુગ જીયો, ભૂલ ભુલૈયા-2 અને શેરશાહ જેવી ફિલ્મો છે.

    કિયારા અને સિદ્ધાર્થની જેમજ બોલિવૂડનાં ઘણાં સિતારાઓ સિક્રેટ વેકેશન પર છે અને તેઓ તેમની એક સાથે તસવીરો શેર નથી કરતાં. પણ તેઓ હાલમાં એક સાથે રજાઓ જરૂર ગાળી રહ્યાં છે. આ લિસ્ટમાં ટાઇગર શ્રોફ અને દિશા પટાણી છે. તેમજ કેટરિના કૈફ ને વિકી કૌશલ પણ એક સાથે રાજાઓ પર હોય તેવી વાતો ખુબજ ચર્ચામાં છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Beautiful Photos, Kiara Advani, Maldives Vacation

    આગામી સમાચાર