Home /News /entertainment /કિયારા અડવાણીના કલીરાનું છે સિધ્ધાર્થના દિલ સાથે કનેક્શન, આ ખાસ ડિઝાઇનમાં છુપાયેલી છે કપલની લવ સ્ટોરી

કિયારા અડવાણીના કલીરાનું છે સિધ્ધાર્થના દિલ સાથે કનેક્શન, આ ખાસ ડિઝાઇનમાં છુપાયેલી છે કપલની લવ સ્ટોરી

કિયારાનો વેડિંગ લુક ચર્ચામાં

કિયારાના બ્રાઈડલ લુકથી લઈને તેની જ્વેલરી, તેના કલિરા બધું જ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. એકંદરે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર તેમના વેડિંગ લુક્સને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.  

વધુ જુઓ ...
Kiara Advani-Sidharth Malhotra Love Story: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ પોતાના લગ્નને ખૂબ જ ઈન્ટિમેટ રાખ્યા અને રાત્રે લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી. બંનેના લગ્નની તસવીરો આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા (Kiara and Sidharth Malhotra Wedding Pics) સાથેના લગ્નના ખાસ પ્રસંગે માત્ર તેનો વેડિંગ લહેંગા જ નહીં, પરંતુ જ્વેલરી પણ ખૂબ જ ખાસ પહેરી હતી. હવે કિયારાના બ્રાઈડલ લુકથી લઈને તેની જ્વેલરી, તેના કલિરા બધું જ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. એકંદરે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર તેમના વેડિંગ લુક્સને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો :  Sidharth-Kiara Wedding : સિદ્ધાર્થ-કિયારાએ લગ્નમાં પાણીની જેમ વાપર્યા રૂપિયા, 3 જ દિવસમાં ઉડાવ્યા આટલા કરોડ



 
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by Mrinalini Chandra (@mrinalinichandra)






આ પણ વાંચો :  Sidharth-Kiara Wedding : સિદ્ધાર્થ-કિયારાએ લગ્નમાં પાણીની જેમ વાપર્યા રૂપિયા, 3 જ દિવસમાં ઉડાવ્યા આટલા કરોડ

કિયારા દ્વારા ચૂડા સાથે પહેરવામાં આવતા કાલિરા પણ ખાસ ડિઝાઇન કરાવવામાં આવ્યા છે. આ કલિરામાં તેની અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લવ સ્ટોરી (Sidharth Malhotra Love Story) છુપાયેલી છે.

આ પણ વાંચો :  કરીનાએ 'ટશન'માં આવીને સૈફના પ્રપોઝલને 3 વાર ઠુકરાવ્યું, બેબોને પોતાની બનાવવા નવાબે લગાવ્યો હતો આવો જુગાડ

કલીરામાં છુપાયેલી છે સિદ્ધાર્થ- કિયારાની લવસ્ટોરી


ડિઝાઈનર મૃણાલિની ચંદ્રાએ કિયારા અડવાણી (Kiara Advani Kaleere Design)ના કલીરા ડિઝાઈન કર્યા હતા. ડિઝાઇનરે હાલમાં જ સોશ્યિલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં કલીરાના ડિઝાઈન સમજાવવામાં આવી છે.



મૃણાલિનીએ જણાવ્યું કે કેવી રીતે સિદ્ધાર્થ-કિયારા (Sidharth-Kiara Love Story)ની લવ સ્ટોરી ચાંદ, તારા અને પતંગિયા દ્વારા વર્ણવવામાં આવી છે. સિદ્ધાર્થ-કિયારા (Sidharth-Kiara Marriage)ના નામના પહેલા અક્ષરોની સાથે સિદ્ધાર્થના પાલતુ કૂતરા ઓસ્કરનો ફોટો પણ કલીરામાં સામેલ છે. ચંદ્ર અને તારાઓ સાથે ઘણા રિંગ્સમાં પતંગિયા પણ છે જે કપલની લવ સ્ટોરી દર્શાવે છે.

ડિઝાઈનર મૃણાલિનીએ સોશિયલ મીડિયા પર વિડીયોની સાથે કેપ્શન પણ લખ્યું, 'અમારી સિગ્નેચર લવ સ્ટોરી કલિરા અમારી સુંદર દુલ્હન કિયારા અડવાણી (Kiara Advani Bridal Look) માટે. સૂરજ, ચાંદ અને તારાઓ વચ્ચે કપલના પેટ ઓસ્કરને પણ સામેલ કરવામાં આવ્યો છે.



આ સાથે કલીરામાં સિદ્ધાર્થ અને કિયારાનું ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન, થોડો પ્રેમ અને મસ્તી પણ ઉમેરવામાં આવી છે. આ કલીરા ઘણા પ્રેમથી તૈયાર કરવામાં આવી છે. કિયારાના આ કલીરામાં સિદ્ધાર્થ મલ્હોત્રાના ઓસ્કરને એટલા માટે સામેલ કરવામાં આવ્યો કે તે સિધ્ધાર્થના દિલની ખૂબ જ નજીક હતો અને ગયા વર્ષે ઓસ્કરનું અવસાન થયું હતું.
First published:

Tags: Bollywood Latest News, Kiara Advani, Royal wedding, Sidharth malhotra

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો