Home /News /entertainment /કિયારા અડવાણી લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનેન્ટ? એક્ટ્રેસની આ હરકતથી પ્રેગનેન્સીની અફવાએ પકડ્યું જોર

કિયારા અડવાણી લગ્ન પહેલા જ થઇ ગઇ પ્રેગનેન્ટ? એક્ટ્રેસની આ હરકતથી પ્રેગનેન્સીની અફવાએ પકડ્યું જોર

કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા છે.

Trolls says Kiara Advani is pregnant: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) લગ્ન પછી જેસલમેર એરપોર્ટ પર દુપટ્ટા વડે પોતાનું પેટ ઢાંકતી જોવા મળી હતી, જેના કારણે લોકો તેની પ્રેગ્નન્સી વિશે વાત કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ એક્ટ્રેસ પોતાનું પેટ છુપાવતી જોવા મળે છે ત્યારે લોકો ઈન્ટરનેટ પર તેના વિશે વાત કરવા લાગે છે.

વધુ જુઓ ...
Trolls says Kiara Advani is pregnant: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી લગ્ન પછી જેસલમેર એરપોર્ટ પર તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. કિયારા અડવાણી દિલ્હીની ફ્લાઈટ પકડવા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જેસલમેર એરપોર્ટ પર પહોંચી, જ્યાં મીડિયાએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.

જ્યારે મીડિયા કિયારાને તેમના કેમેરામાં કેદ કરી રહ્યું હતું ત્યારે તે દુપટ્ટા વડે પેટ ઢાંકતી જોવા મળી હતી. કિયારા અડવાણીની આ તસવીરો હાલમાં ચર્ચામાં છે અને લોકો કહી રહ્યા છે કે એક્ટ્રેસ કિયારા અડવાણી પ્રેગનેન્ટ છે અને ટૂંક સમયમાં લોકોને ગુડ ન્યૂઝ આપી શકે છે.




આ પણ વાંચો :  'લોલિતા' ભાભીએ બાથરૂમમાં કપડા ઉતારીને આપ્યા એવા એવા પોઝ, વારંવાર આ ફોટોઝ જોઇ રહ્યાં છે લોકો

કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું, 'હું શરત લગાવીને કહી શકું છું કે આ મેડમ 3-4 મહિનામાં ખુશખબર આપશે. તેની પ્રેગ્નન્સીના સમાચાર પણ આવવાના છે. તે તેના દુપટ્ટા વડે પોતાનુ પેટ છુપાવી રહી છે. આ સ્ટાર લોકો આપણને ગાંડા સમજે છે કે અમને કંઈ સમજાશે નહીં. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, 'તે પ્રેગનેન્ટ છે, એટલા માટે તે દુપટ્ટા વડે પેટ છુપાવી રહી છે.'



કિયારા અડવાણીને તેની નવી તસવીરોને કારણે લોકો ટ્રોલ કરી રહ્યાં છે તો કેટલાક લોકો ટ્રોલ્સ પર ગુસ્સે પણ થઈ રહ્યા છે. લોકો કહે છે કે ટ્રોલ્સે વિચારવું જોઈએ કે તેઓ ક્યારે શું બોલી રહ્યા છે? કિયારા અડવાણીના નામ સાથે કોઈ વિવાદ જોડાયેલો નથી, જેના કારણે લોકો તેના વિશે આવી ખરાબ વાતો સાંભળીને ગુસ્સે થાય છે. કિયારા ઈન્ડસ્ટ્રીની સૌથી ક્યૂટ ગર્લ છે, જેને લોકો ખરેખર પ્રેમ કરે છે. આવી સ્થિતિમાં તેના વિશેની આવી વાતો તેના ફેન્સને પસંદ નથી આવી રહી.

આ પણ વાંચો :  કિયારા અડવાણીનું સિમ્પલ દેખાતું મંગળસૂત્ર પણ છે કરોડોનું, કિંમત ઉડાવી દેશે હોશ



એક્ટ્રેસ કિયારા અડવાણીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા છે. કિયારા અને સિડ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિયારા અને સિડ ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈમાં તેના નજીકના લોકો માટે રિસેપ્શન હોસ્ટ કરશે.
First published:

Tags: Bollywood Latest News, Kiara Advani, Pregnancy, Sidharth malhotra