Home /News /entertainment /કિયારા અડવાણી બર્થ ડે સેલિબ્રેટ કરવા બોયફ્રેન્ડ સિદ્ધાર્થની સાથે દુબઈ પહોંચી! PICS વાયરલ
કિયારા અડવાણી બર્થ ડે સેલિબ્રેટ કરવા બોયફ્રેન્ડ સિદ્ધાર્થની સાથે દુબઈ પહોંચી! PICS વાયરલ
સિદ્ધાર્થ અને કિયારા દુબઈ પહોંચ્યા.
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) આજે પોતાનો સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરી રહી છે. કિયારા આજે 30 વર્ષ (Kiara Advani 30th Birthday)ની થઈ ગઈ છે અને આ દિવસને યાદગાર બનાવવા માટે તે પોતાના બોયફ્રેન્ડ બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ની સાથે મનાવી રહી છે. સિદ્ધાર્થ-કિયારા ભલે બંને પોતાના રિલેશનશિપને લઈને મગનું નામ મરી ના પાડતા હોય, પરંતુ બંનેની આ ટ્રિપ્સ ઘણું બધું કહી જાય છે.
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) આજે પોતાનો સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરી રહી છે. કિયારા આજે 30 વર્ષ (Kiara Advani 30th Birthday)ની થઈ ગઈ છે અને આ દિવસને યાદગાર બનાવવા માટે તે પોતાના બોયફ્રેન્ડ બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ની સાથે મનાવી રહી છે. સિદ્ધાર્થ-કિયારા ભલે બંને પોતાના રિલેશનશિપને લઈને મગનું નામ મરી ના પાડતા હોય, પરંતુ બંનેની આ ટ્રિપ્સ ઘણું બધું કહી જાય છે. કિયારા શું પોતાનો બર્થ ડે દુબઈ (Kiara-Sidharth in Dubai)માં સિદ્ધાર્થની સાથે સેલિબ્રેટ કરવાની છે? કેમ કે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી ફેન્સની શંકા વધી ગઈ છે.
કિયારા અડવાણી (Kiara Advani) પોતાની પ્રોફેશનલ લાઈફ વિશે જેટલી ખુલીને વાત કરે છે, એટલી પર્સનલ લાઈફ વિશે વાત કરવાનું ટાળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ની સાથે તેનો સંબંધ કેટલો ખાસ છે, એ તસવીર જોઈ ખબર પડી જાય છે.
કિયારા અને સિદ્ધાર્થને સાથે દુબઈમાં સ્પોટ કરવામાં આવ્યા. બંને પોતાના ફેન્સની સાથે અલગ અલગ પોઝ આપતા જોવા મળ્યા. જો કે, બંને કોઈ ફોટોમાં સાથે જોવા નથી મળ્યા, પરંતુ તસવીર જે વાયરલ થઈ રહી છે તે સેમ લોકેશનની જોવા મળી રહી છે. તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સની શંકા વધી ગઈ છે અને તેઓ અટકળો લગાવી રહ્યા છે કે કિયારા આ વખતે બર્થ ડે સિદ્ધાર્થની સાથે સેલિબ્રેટ કરી રહી છે.
વાયરલ તસવીરોમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બે અલગ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં કિયારા બ્લેક આઉટફિટમાં જોવા મળી તો બીજી તસવીરમાં તે ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં કૂલ લુકમાં જોવા મળી.
અનન્યા પાંડેએ હાલમાં જ કરણ જોહરના ચેટ શોમાં ‘કોફી વિથ કરણ’માં કિયારા અને સિદ્ધાર્થના રિલેશનશિરને કન્ફર્મ કર્યા હતા. કરણે કિયારાના રિલેશનશિપ સ્ટેટસ વિશે અનન્યાને પૂછ્યું તો તેને સિદ્ધાર્થ અને તેના ગીતનું નામ લેતા કહ્યું ‘ઉનકી રાતાં કાફી લંબિયાં હૈ’. જેના પછી કરણ પૂછે છે કે તેનો ‘રાંઝા’ કોણ છે. આ સવાલના જવાબને કમ્પ્લિટ કરતા કરણે કહ્યું-‘ વેક અપ સિડ’. જેને અનન્યાએ માથું હલાવીને કન્ફર્મ કર્યું હતું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર