Happy Birthday Kiara Advani: સલમાન ખાનની સલાહથી બદલ્યું હતું પોતાનું નામ, પહેલા હતી શિક્ષકા
Happy Birthday Kiara Advani: સલમાન ખાનની સલાહથી બદલ્યું હતું પોતાનું નામ, પહેલા હતી શિક્ષકા
કિયારા અડવાણીની ફાઇલ તસવીર
Kiara Advani Birthday Special: કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1992માં મુંબઈમાં થયો હતો. કિયારા બિઝનેસમેન ફેમિલીથી બિલોંગ કરે છે. કિયારા બોલિવૂડમાં આવ્યા પહેલા કોઈ અન્ય નામથી ઓળખાતી હતી. તેમનું સાચું નામ આલિયા અડવાણી હતું.
Kiara Advani Birthday Special: બોલિવૂડની હોટ એન્ડ બ્યૂટીફૂલ (Bollywood's Hot and Beautiful) અભિનેત્રી કિયારા અડવાણીએ (Kiara Advani) પોતાના એક્ટિંગના દમ ઉપર ખુબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં (bollywood) પોતાની ખાસ જગ્યા બનાવી હતી. અને ટૂંક સમયમાં તેમની ફિલ્મ શેરશાહર આવનારી છે. કિયારા અડવાણી 29 વર્ષની થઈ ગઈ છે. આ અવરસર ઉપર ચાલો જાણીએ કિયારા વિશે કંઈક ખાસ વાતો
સલમાન ખાનના કહેવા પર બદલ્યું હતું નામ
કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1992માં મુંબઈમાં થયો હતો. કિયારા બિઝનેસમેન ફેમિલીથી બિલોંગ કરે છે. કિયારા બોલિવૂડમાં આવ્યા પહેલા કોઈ અન્ય નામથી ઓળખાતી હતી. તેમનું સાચું નામ આલિયા અડવાણી હતું. જોકે, પહેલાથી જ આ ઈન્ડસ્ટ્રીઝમાં આલિયા ભટ્ટ નામની એક અભિનેત્રી હાજર હતી. જેથી સલમાન ખાને આલિયાને પોતાનું નામ બદલવા માટે સલાહ આપી હતી.
ફિલ્મોમાં આવ્યા પહેલા શિક્ષક હતી કિયારા
કિયારાનું સ્કૂલિંગ અને અભ્યાસ મુંબઈમાં જ થયો છે. કિયારની દાદીએ તેનો વર્ક એક્સપીરિયન્સ વધારવા માટે ટીચિંગની સલાહ આપી હતી. બાળકોને ભણાવવું કિયારાને ખુબ જ પસંદ હતું. તે કોલાબામાં અર્લી વર્ડ સ્કૂલમાં ભણાવતી હતી. જ્યાં તેમની માતા જેનેવીવ હેડમિસ્ટ્રેસ હતી.
અનેક ફિલ્મોમાં દેખાઈ
ત્યારબાદ વર્ષ 2016માં કિયારા નીરજ પાંડેના નિર્દેશનમાં બનેલી એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં કિયારાના અભિયનને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો હતો. આ ફિલ્મ બાદ કિયારા એક પછી એક અનેક ફિલ્મોમાં દેખાઈ હતી.
વર્ષ 2019માં કિયારાની બે ફિલ્મો કબીર સિંહ અને ગુડ ન્યૂઝ તેમની સફળ ફિલ્મો રહી છે. ફિલ્મો ઉપરાંત કિયારા મ્યૂઝિક આબ્લમ અને વેબ સિરીઝ લવ સ્ટોરીઝ અને ગિલ્ટીમાં પણ દેખાઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર