Home /News /entertainment /Kiara-Sid New Home: સિદ્ધાર્થ અને કિયારાએ મુંબઈના ખાર વિસ્તારમાં ખરીદ્યું નવું ઘર, અહીંથી થશે નવા જીવનની શરુઆત

Kiara-Sid New Home: સિદ્ધાર્થ અને કિયારાએ મુંબઈના ખાર વિસ્તારમાં ખરીદ્યું નવું ઘર, અહીંથી થશે નવા જીવનની શરુઆત

કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ નવું ઘર ખરીદ્યું

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી હાલના દિવસોમાં પોતાના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં છે. કિયારા અને સિદ્ધાર્થ લગ્ન બાદ હવે મુંબઈ પહોંચી ચુક્યા છે. હવે સોશિયલ મીડિયા પર કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નવા ઘરની ચર્ચા છે, જેનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીના નવા એપાર્ટમેન્ટનો વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, એક્ટરે આ નવું ઘર લગભગ એક અઠવાડીયા પહેલા જ ખરીદ્યું છે. કહેવાય છે કે, સિદ્ધાર્થને એક ડ્રીમ હોમની શોધ હતી, જ્યાં કિયારા સાથે તે પોતાની નવી જિંદગી શરુ કરી શકે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી હાલના દિવસોમાં પોતાના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં છે. કિયારા અને સિદ્ધાર્થ લગ્ન બાદ હવે મુંબઈ પહોંચી ચુક્યા છે. હવે સોશિયલ મીડિયા પર કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નવા ઘરની ચર્ચા છે, જેનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.



આ વીડિયો શેર કરતા કહેવાય છે કે, આ કિયારાનું મુંબઈમાં નવા એપાર્ટમેન્ટ છે. લગ્ન પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, સિદ્ધાર્થ એક એવા ઘરની શોધમાં છે, જે કિયારા અને તેનું ડ્રીમ હાઉસ હોય. જો કે, સિદ્ધાર્થ હાલમાં જે ઘરમાં રહે છે, તે પાલી હીલમાં આવેલ એક આલીશાન એપાર્ટમેન્ટ છે. પણ તે એક એવું ઘર શોધી રહ્યો હતો, જ્યાં તે કિયારા સાથે નવી જિંદગી શરુ કરી શકે. હવે એવું લાગી રહ્યું છે કે, તેને નવુ ઘર મળી ગયું છે.

સિદ્ધાર્થ અને કિયારાનું નવુ ઘર


પપારાજી વિરલ ભયાનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક હાઈ રાઈઝ બિલ્ડીંગ દેખાઈ રહી છે. આ વીડિયોમાં કહેવાય છે કે, સિદ્ધાર્થ અને કિયારાનું આ નવું ઘર છે. આ વીડિયો એક શખ્સ વાત કરી રહ્યો છે કે, કિયારા અને સિદ્ધાર્થે આ ઘર અઠવાડીયા પહેલા જ લીધું છે. કહેવાય છે કે, આ ઘર ખારમાં આવેલું છે.
First published:

Tags: Kiara Advani, Sidharth malhotra

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો