Home /News /entertainment /કિયારા અડવાણી, ક્રિતી સેનન WPLમાં છવાયા, AP ધિલ્લોને પણ માહોલ રંગીન કર્યો, જુઓ વીડિયો..

કિયારા અડવાણી, ક્રિતી સેનન WPLમાં છવાયા, AP ધિલ્લોને પણ માહોલ રંગીન કર્યો, જુઓ વીડિયો..

WPL 2023માં બોલીવુડ સેેલેબ્સે પોતાના પર્ફોર્મન્સથી ફેન્સના દીલ જીત્યા

બોલિવૂડ અભિનેત્રીઓ કિયારા અડવાણી અને કૃતિ સેનને WPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં પોતાની કાતીલ અદાઓથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ ઉપરાંત ફેન્સ સીંગર AP ધિલ્લોનના ગીત પર પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ અભિનેત્રીઓ કિયારા અડવાણી, ક્રિતી સેનન અને ગાયક એપી ધિલ્લોન વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023)માં તેમના પ્રદર્શનને કારણે સમાચારમાં હતા. આજે, 4 માર્ચે, આ લીગની શરૂઆત થઈ છે, જ્યાં આ ત્રણેય સ્ટાર્સે પોતાના પર્ફોર્મન્સથી લોકોના દીલ જીત્યા હતા. જોકે, પરફોર્મન્સ બાદ આ સ્ટાર્સની તસવીરો સામે આવી છે.

જો કિયારા અડવાણીના લુકની વાત કરીએ તો તે, સુંદર ગુલાબી ડ્રેસ પહેરીને પરફોર્મ કરતી જોવા મળી હતી. કિયારાએ ભૂલ ભુલૈયા ટાઇટલ સોંગ અને ક્યા બાત હૈ જેવા ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ તસવીરમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

બીજી તરફ, જો આપણે ક્રિતી સેનન વિશે વાત કરીએ, તો તે પણ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી, જ્યા તેણે દમદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે ઘણા ગીતો પર ડાન્સ કર્યો અને ઘણા ફેન્સના દીલ જીત્યા. સામે આવેલા આ ફોટામાં ક્રિતી પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.



આ પણ  વાંચો :  સૈફ અલી ખાનના ઘરમાં 20 પાપારાઝી ઘુસતા સૈફે કહી આ વાત...

તમને જણાવી દઈએ કે, મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાં AP ધિલ્લોન ખૂબ જ લોકપ્રિય સીંગર છે. તેના ગીતોનો લોકોમાં ઘણો ક્રેઝ છે. જોકે, Wplની ઓપનિંગ સેરેમનીમાં AP ધિલ્લોને બ્રાઉન મુંડે ગીત ગાયુ હતુ. આ ગીત સ્ટેડિયમમાં વાગતા જ ફેન્સ આ ગીત સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તે ફુલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો.
First published:

Tags: Kiara Aadvani, Kriti sanon