Home /News /entertainment /કોરોનામાં બે અનાથ બાળકીઓની લીધી હતી જવાબદારી, 'રાજુ અંકલ'ના મોત બાદ રડી પડી ખુશી અને પરી

કોરોનામાં બે અનાથ બાળકીઓની લીધી હતી જવાબદારી, 'રાજુ અંકલ'ના મોત બાદ રડી પડી ખુશી અને પરી

રાજુ શ્રીવાસ્તવના નિધન પર દેશ શોકમગ્ન

Raju Srivastava passes away : કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પોતાની કૉમેડી માટે જાણીતા હતા. રાજૂ શ્રીવાસ્તવે લોકોને ઘણા હસાવ્યા છે. પોતાની આખી જીંદગી રાજૂએ રડતા લોકોને હસવાનું હુનર શીખવાડ્યુ હતુ. રાજૂના મજાકના કિસ્સા, આજે તેમના ફેન્સને રડાવવાનું કામ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પોતાની કૉમેડી માટે જાણીતા હતા. રાજુ શ્રીવાસ્તવે લોકોને ઘણા હસાવ્યા છે. પોતાની આખી જીંદગી રાજૂએ રડતા લોકોને હસવાનું હુનર શીખવાડ્યુ હતુ. રાજુના મજાકના કિસ્સા, આજે તેમના ફેન્સને રડાવવાનું કામ કરી રહ્યા છે. રાજૂ શ્રીવાસ્તવનું અચાનક આ રીતે દુનિયા છોડીને જવુ, કોઇ આઘાતથી ઓછુ નથી. આ વચ્ચે કાનપુરની બે માસૂમ બાળકીના આંસૂ રોકાતા નથી. કોરોના કાળમાં બન્ને સગી બહેનો માટે સહારો બનીને રાજુ શ્રીવાસ્તવ આગળ આવ્યો હતો. આ બન્ને બહેનો રાજુને મળવા માટે મુંબઇ પણ ગઇ હતી.

    ગોવિંદ નગરમાં રહેતી ખુશી અને પરીએ કોરોનામાં પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. બાળકીઓને તેમના સબંધીઓએ પણ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. મકાન માલિક અને કેર ટેકર પ્રેમ પાંડેયે બાળકીઓને સહારો આપ્યો હતો. બાળકીના અનાથ થવાના સમાચાર રાજૂના મિત્ર અખિલ ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના પ્રદેશ મહામંત્રી જ્ઞાનેશ મિશ્રાને થઇ હતી. જ્ઞાનેશ મિશ્રા બાળકીના ઘરે પહોચ્યા હતા. જ્ઞાનેશ મિશ્રાએ બાળકીઓને લઇને પોતાના મિત્ર કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ સાથે વાત કરી હતી. રાજૂ શ્રીવાસ્તવે બાળકીઓને મુંબઇ સ્થિત પોતાના ઘરે બોલાવ્યા હતા. ખુશી અને પરીએ મુંબઇ સ્થિત રાજૂના ઘરે આવીને મુલાકાત કરી હતી.

    ખુશી અને પરી જ્યારે રાજુ શ્રીવાસ્તવને મળવા મુંબઇ સ્થિત ઘરે પહોચી તો તે રડવા લાગી હતી. રાજૂ શ્રીવાસ્તવે બાળકીઓના માથા પર હાથ રાખીને વિશ્વાસ અપાવ્યો કે આપણે બધા એક સાથે છીએ. તે બાદ રાજુ શ્રીવાસ્તવે બાળકીઓને પોતાના જુમલાથી હસાવવાનું શરૂ કરી દીધુ હતુ. રાજુએ બાળકીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો દાવો કર્યો હતો. રાજુ મોબાઇલ ફોન પર વાત કરીને બાળકીઓના ખબર અંતર પૂછતો હતો. ક્યારેક કાનપુર જવાનું થતુ તો રાજુ બાળકીઓને મળવા માટે પણ જતો હતો.

    રાજૂ અંકલ કહીને બોલાવતી હતી બાળકીઓ

    આ પણ વાંચો- Raju shrivastav: ગજોધર ભૈયાએ ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું, આવી હતી રાજુ શ્રીવાસ્તવની સફર

    ખુશી અને પરીને જ્યારે જાણ થઇ કે રાજુ શ્રીવાસ્તવે દુનિયાને અલવિદા કહી દીધુ છે. બન્ને બાળકીઓ રડવા લાગી હતી. ખુશીનું કહેવુ છે કે પહેલા માતા-પિતાએ અમારો સાથ છોડી દીધો. હવે રાજૂ અંકલ પણ અમને છોડીને જતા રહ્યા હતા. રાજુ અંકલ અમને ઘણો પ્રેમ કરતા હતા. ફોન કરીને અમારો અભ્યાસ અને તબીયત પૂછતા રહેતા હતા. હું અને પરી બન્ને રાજુ અંકલને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે લોકો રોજ પૂજા-અર્ચના કરીને જલ્દી તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હતા.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Raju srivastav

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन