Home /News /entertainment /Khuda Haafiz 2 Trailer : ખુદા હાફિઝ 2નું ટ્રેલર થયું રિલીઝ, આ દિવસે મોટા પડદા પર વિદ્યુત જામવાલ મચાવશે ધૂમ
Khuda Haafiz 2 Trailer : ખુદા હાફિઝ 2નું ટ્રેલર થયું રિલીઝ, આ દિવસે મોટા પડદા પર વિદ્યુત જામવાલ મચાવશે ધૂમ
ખુદા હાફિઝ 2 ટ્રેલર
Khuda Haafiz 2 Trailer : ફિલ્મ ખુદા હાફિઝ 2નું ટ્રેલર રીલીઝ (Khuda Haafiz 2 Trailer) ટ્રેલરની ઝલકમાં વિદ્યુત (Vidhyut Jammwal) ને એક નવા અવતારમાં બતાવવામાં આવ્યો છે, જે દર્શકોને ચોક્કસ ચોંકાવી દેશે
વિદ્યુત જામવાલની (Vidhyut Jammwal) ફિલ્મ ખુદા હાફિઝ 2નું ટ્રેલર રીલીઝ (Khuda Haafiz 2 Trailer) થઇ ગયું છે. આ ફિલ્મ ખુદા હાફિઝની સિક્વલ છે, જેમાં વિદ્યુત જામવાલ દમદાર એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને શિવાલિકા ઓબરોય (shivaleeka oberoi) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફારૂખ કબીર દ્વારા નિર્દેશિત ફિલ્મ 8 જુલાઇ, 2022એ મોટા પડદા પર રીલીઝ થનાર છે. મેકર્સે એક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, સાચા પ્રેમને અગ્નિપરીક્ષામાંથી કેવી રીતે પસાર થવું પડે છે.
આ ટ્રેલરની ઝલકમાં વિદ્યુતને એક નવા અવતારમાં બતાવવામાં આવ્યો છે, જે દર્શકોને ચોક્કસ ચોંકાવી દેશે. એક્શનથી ભરપૂર આ ટ્રેલરમાં વિદ્યુત (સમીર) નિડર પાત્રમાં જોવા મળી રહ્યો છે અને તે પોતાની ગુમ થયેલી દીકરીને શોધી રહ્યો છે.
વિદ્યુત જામવાલ કહે છે કે, ખુદા હાફિઝની સફળતા બાદ દર્શકોએ અમને પૂછ્યું કે હેપ્પી એન્ડિંગ બાદ શું થાય છે. અમે તેના પર વિચાર કર્યો અને અમે પહેલા ચેપ્ટરની ઘટનાઓ પર વિચાર્યું કે, સમીર અને નરગિસના જીવનમાં આગળ શું થશે? આ રીતે અમે બીજા ચેપ્ટર સુધી પહોંચ્યા હતા. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે પ્રેમની કસોટીમાં પાસ થવું કેટલું પડકારજનક અને ક્રૂર હોઈ શકે છે."
શિવાલિકા ઓબેરોય કહે છે, દરેક લવ સ્ટોરીને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પહેલા ચેપ્ટરમાં સમીર અને નરગિસે અનેક મુશ્કેલીઓ હોવા છતાં એકબીજાને ફરીથી શોધે છે. પરંતુ શું તેમનો પ્રેમ નવા પડકારોનો સામનો કરી શકશે? આ એક લવ ટેસ્ટ છે, જેને અમે મોટા પડદા પર પ્રદર્શિત કરવા માટે ઉત્સુક છીએ."
" isDesktop="true" id="1216470" >
ફિલ્મ નિર્માતા ફારૂક કબીર કહે છે, હું આભારી અને ઉત્સાહિત છું કે 'ખુદા હાફિઝ ચેપ્ટર 2: અગ્નિ પરીક્ષા'નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. ખુદા હાફિઝનું પહેલું ચેપ્ટર ઓટીટી પર રિલીઝ થયું અને સિનેમા પ્રેમીઓએ તેને ખૂબ પ્રેમ આપ્યો હતો. બીજા ચેપ્ટરમાં સમીર અને નરગિસ વિશે દર્શકોની ઉત્સુકતાએ દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે."
પેનોરમા સ્ટુડિયોના સ્થાપક અને એમડી કુમાર મંગત પાઠક કહે છે, ખુદા હાફિઝ ચેપ્ટર 2: અગ્નિ પરીક્ષાના ટ્રેલરમાં કોઈના પ્રેમમાં પડવાની અને તેમના માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના દર્શાવે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર