Home /News /entertainment /khosla ka ghosla 15 years: અનુપમ ખેરનો રોલ પહેલા રિશી કપૂરને ઑફર થયો હતો, જાણો રસપ્રદ વાતો

khosla ka ghosla 15 years: અનુપમ ખેરનો રોલ પહેલા રિશી કપૂરને ઑફર થયો હતો, જાણો રસપ્રદ વાતો

ખોસલા કા ઘોસલા મૂવીનો એક સીન

khosla ka ghosla 15 years:ફિલ્મમાં (movie) કમલ કિશોર ખોસલા નામના મધ્યમવર્ગીય વ્યક્તિની વાત હતી જેઓ દિલ્હીમાં (delhi) રહે છે અને પોતાનું ઘર બનાવવા માટે પ્લોટ (New home) ખરીદે છે. તેની પત્ની સુધી, પુત્રો બલવંત અને ચેરી તથા પુત્રી ટેન્કી છે.

વધુ જુઓ ...
Bollywood news: ‘ખોસલા કા ઘોસલા’ ફિલ્મ 15 વર્ષ પહેલા (khosla ka ghosla 15 years) આજના દિવસે એટલે કે તારીખ 22 સપ્ટેમ્બર, 2006ના રોજ રિલીઝ (khosla ka ghosla movie Release) થઈ હતી. ફિલ્મમાં કમલ કિશોર (kamal kishor) ખોસલા નામના મધ્યમવર્ગીય વ્યક્તિની વાત હતી જેઓ દિલ્હીમાં (delhi) રહે છે અને પોતાનું ઘર બનાવવા માટે પ્લોટ ખરીદે છે. તેની પત્ની સુધી, પુત્રો બલવંત અને ચેરી તથા પુત્રી ટેન્કી છે. થાય છે એવું કે તે પ્લોટ બારોબર કિશન ખુરાના નામના વ્યક્તિ દ્વારા પચાવી પાડવામાં આવે છે.

કમલ કિશોર ખોસલાના પાત્રમાં અનુપમ ખેર છે, તેની પત્ની તરીકે કિરણ જુનેજા છે. પુત્રોના પાત્રમાં પર્વીન દાબાસ અને રણવીર શોરે છે. વિલન કિશન ખુરાનાના પાત્રમાં બોમન ઇરાની છે. આ ઉપરાંત ફિલ્મમાં વિનય પાઠક, રાજેશ શર્મા અને નિતેશ પાંડે સહિતના કલાકારો છે. ફિલ્મનું દિગ્દર્શન ‘ઓય લકી લકી ઓય’, ‘શંઘાઈ’, ‘તિતલી’, ‘લસ્ટ સ્ટોરીઝ’ અને ‘સંદીપ ઔર પિંકી ફરાર’ બનાવનારા દિબાકર બેનર્જીએ કર્યું છે. ‘ખોસલા કા ઘોસલા’ તેમની પહેલી ફિલ્મ હતી. ફિલ્મના રાઈટર જયદીપ સાહની છે.

રાઈટર અને ગીતકાર જયદીપ સાહનીના જિંદગીમાં ઘટેલી સાચી ઘટના પરથી આ ફિલ્મનો પ્લોટ બન્યો હતો. તેમણે દોઢ વર્ષ સ્ક્રીનપ્લે લખવામાં લીધો હતો. જયદીપ સાહની અને દિબાકર બેનરજી પહેલી વખત આ ફિલ્મ માટે સાથે કામ કરી રહ્યા હતા. એ પહેલા તેમણે અઢળક ઍડ્સ કરી હતી.

આ પણ વાંચોઃ-Mrs. Chatterjee vs Norway: રાની મુખર્જીએ એસ્ટોનિયામાં પોતાની નવી ફિલ્મનું શૂટિંગ કર્યું, કહ્યું- દરેક માને સમર્પિત છે આ ફિલ્મ

ફિલ્મ 2003ના વર્ષે ફ્લોર પર ગઈ હતી. 45 દિવસમાં તેનું શૂટિંગ થઈ ગયું હતું, પણ ખરેખરી ચેલેન્જ તો ફિલ્મને રિલીઝ કરવાની હતી. ફિલ્મના પહેલા ઈન્વેસ્ટર ફિલ્મને વચ્ચે છોડીને જ નીકળી ગયા હતા. અન્ય ઇન્વેસ્ટર્સ કોઈ મોટા સ્ટારની માગણી કરી રહ્યા હતા. કોઈને આઈટમ સૉન્ગ અને ઍક્શન સીકવન્સ જોઈતા હતા, પણ દિબાકર બેનરજી અને જયદીપ ક્લિઅર હતા કે ફિલ્મના હાર્દને નુકસાન નથી થવા દેવું.

આ પણ વાંચોઃ-જાણો Pawandeep Rajan કુલ કેટલી સંપત્તિનો માલિક છે? રોયલ લાઈફસ્ટાઈલ જીવે છે Indian Idolનો વિજેતા

અંતે ‘ખોસલા કા ઘોસલા’ ફિલ્મ બન્યાના ત્રણ વર્ષ બાદ રિલીઝ થઈ હતી.
રસપ્રદ વાત એ છે કે, ખૂબ જ વખાણાયેલો અનુપમ ખેરનો રોલ પહેલા રિશી કપૂરને ઑફર થયો હતો. બીજું, કે બોમન ઇરાનીએ જે પાત્ર ભજવ્યું તેનું ઑડિશન આપવા વિનય પાઠક આવ્યા હતા. જયદીપ સાહનીના કહેવા મુજબ અમે વિનય પાઠકને વિલનના રોલમાં કાસ્ટ ન કર્યો એટલે ગિલ્ટી ફીલ થતું હતું. માટે અંતે તેમને અમે આસિફ ઇકબાલનું પાત્ર આપ્યું.
First published:

Tags: Bollywood celebs, Bollywood Movie, Important Bollywood News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો