Home /News /entertainment /

TRPમાં કપિલ શર્માના શોને લપડાક, 'ખતરો કે ખેલાડી' નંબર 1

TRPમાં કપિલ શર્માના શોને લપડાક, 'ખતરો કે ખેલાડી' નંબર 1

તે પછી 2010થી 13ની વચ્ચે તે કોમેડી સરકસના વિજેતા પણ રહી ચૂક્યા છે. પછી તે પોતાના નવો શો ધ કપિલ શર્મા લઇને આવ્યા. અને કોમેડી કિંગ તરીકે પોતાની ઓળખ બનાવી. કપિલનો આ છો 2016 અને 2017ના સમયમાં સારો ચાલ્યો.

આ અઠવાડિયે જાહેર થયેલા રેટિંગમાં પણ ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે

    ન્યૂઝ18 ગુજરાતી: ટીવી સીરિયલ્સની દુનિયામાં દર અઠવાડિયે જાહેર થતાં બાર્ક રેટિંગ ઘણા મહત્વના હોય છે. આ અઠવાડિયે જાહેર થયેલા રેટિંગમાં પણ ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ગયા મહિને શરૂ થયેલા 'ધ કપિલ શર્મા શો'ની લોકપ્રિયતા ઘટતી જોવા મળી છે. જોકે, એક મહિના પહેલાં શરૂ થયેલા આ શોએ ટોપ ત્રણમાં સ્થાન મેળવ્યું હતું.

    કપિલ શર્માનો શો બીજા નંબરથી ત્રીજા નંબર પર આવી ગયો છે. રોહિત શેટ્ટીનો લોકપ્રિય રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી' 96 લાખ ઇમ્પેશન સાથે ટોપ પર છે. રિયાલિટી શોમા ઘણા મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યાં છે. જેમાં ક્રિકેટર શ્રીસંત, પતિ સાથે ભારતી સિંહ, સિંગર આદિત્ય નારાયણ, વિકાસ ગુપ્તાનો સમાવેશ થાય છે.

    આ પણ વાચો: કપિલ શર્માને ભારે પડ્યું ફ્લર્ટીંગ, સલમાન ખાનને કરાઇ ફરિયાદ

    એકતા કપૂરનો શો 'નાગિન 3' બીજા નંબર પર છે. સ્ટાર પ્લસની ડેલી શોપ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'એ જીટીવીના શો 'કુંડલી'ને પાછળ કરી દીધો છે. કાર્તિક અને નાયરાના હોસ્પિટલ ડ્રામાએ આ શોની લોકપ્રિયતા વધારી છે.

    ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા નાના પડદે 29 ડિસેમ્બરના રોજ 'ધ કપિલ શર્મા શો' સાથે પરત ફર્યો હતો. શોમાં તેની સાથે સિમોન ચક્રવર્તી, કીકુ શારદા, ચંદન પ્રભાકર, રશેલ જોવા મળી રહ્યાં છે. નવજોત સિંહ સિંધુ ફરી એકવાર જજ તરીકે નજરે પડે છે. જ્યારે સલમાન ખાન શોનો પ્રોડ્યુસર છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Naagin-3, The kapil sharma show, Trp

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन