Home /News /entertainment /

Khatron Ke Khiladi 9ના વિનરનો થયો ખુલાસો, નામ જાણીને ચોંકી જશો!

Khatron Ke Khiladi 9ના વિનરનો થયો ખુલાસો, નામ જાણીને ચોંકી જશો!

ખતરોં કે ખિલાડી

શોના છેલ્લા અને ફાઇનલ એપિસોડના ટાસ્ક ખુદ રોહિત શેટ્ટીએ પ્લાન કર્યા છે અને આ વઅતે સૌથી ખતરનાક ટાસ્ક રાખવામાં આવ્યા છે

    ટીવીના નંબર વન TRP શો Khatron Ke Khiladi 9ને લઈને મોટો ખુલાસો થયો છે. હાલમાં જ આ શોના વિનરનું નામ લીક થઈ ગયું. મળતી માહિતી મુજબ ખતરોં કે ખિલાડી 9નો ફાઇનલ એપિસોડ શૂટ થઈ ચૂક્યો છે અને આ દરમિયાન સીઝનના વિનરનું નામ પણ મળી ચૂક્યું છે. વિનર તરીકે જે નામ સામે આવ્યું છે તેના વિશે જાણીને તમે ચોંકી જશો. આર્જેન્ટિનામાં આ શોનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને આ શોના છેલ્લા એપિસોડમાં સૌથી ખતરનાક ટાસ્ક દર્શાવવામાં આવશે.

    સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી માનીએ તો ખતરોં કે ખિલાડી 9ના અંતમાં જબરદસ્ત ટક્કર આપનારા ત્રણ કન્ટેસ્ટન્ટ હશે પુનીત, આદિત્ય અને રિદ્ધિમા. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ લોકો જ ફાઇનલ સુધી પહોંચી શક્યા અને ત્યારે શરૂ થશે આ શોનો સોથી મોટો અને ખતરનાક એપિસોડનો ખેલ. આ એપિસોડ ખૂબ જ રોમાંચક હશે કારણ કે તેમાં ડરની સાથોસાથ ઇમોશનલ એલિમેન્ટ પણ રાખવામાં આવ્યું છે.

    સમાચાર છે કે આ ત્રણેય કન્ટેસ્ટન્ટ પુનીત, આદિત્ય અને રિદ્ધિમાની વચ્ચે જોરદાર ટક્કર તો હશે, પરંતુ વિનર માત્ર એક જ હશે. સૂત્રોનું માનીએ તો આ વખતે ખતરોં કે ખિલાડી 9ના વિનર બનશે પુનીત પાઠક. પુનીત શરૂઆતથી જ દરેક ટાસ્કને શાનદાર રીતે કરતાં જોવા મળ્યા છે. જોકે, આ સમાચારમાં કેટલું સાચું છે કે આ તો સમય આવતાં જ ખબર પડશે.

    આ પણ વાંચો, અમિતાભની જાહેરાત, દરેક શહીદ જવાનના પરિવારને આપશે પાંચ લાખ

    ઉલ્લેખનીય છે કે, દરેક વખતની જેમ જ શોના છેલ્લા અને ફાઇનલ એપિસોડના ટાસ્ક ખુદ રોહિત શેટ્ટીએ પ્લાન કર્યા છે અને આ વઅતે સૌથી ખતરનાક ટાસ્ક રાખવામાં આવ્યા છે. આ શોના બાકી એપિસોડ પણ ઓછા ખતરનાક નથી. જે દરમિયાન આદિત્ય નારાયણને આંખમાં ઈજા થઈ હતી અને વિકાસ ગુપ્તાને સાપે ડંખ માર્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Aditya Narayan, Rohit Shetty, Vikas Gupta

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन