Home /News /entertainment /જાણો KGFની સાચી ખોફનાક સ્ટોરી, કહેવાય છે આજે પણ ખાણમાં હાજર છે સોનું

જાણો KGFની સાચી ખોફનાક સ્ટોરી, કહેવાય છે આજે પણ ખાણમાં હાજર છે સોનું

કેજીએફ ચેપ્ટર 2

KGF chapter 2 : સાઉથની જાણીતી ફિલ્મ કેજીએફ (KGF)ની સ્ટોરી દર્શકોને એટલી પસંદ આવી કે પહેલા ભાગ પછી તેની સિક્વલની માંગ વધવા લાગી. ફિલ્મની વાર્તા ખૂબ જ દિલચસ્પ છે. ચાલો તમને કેજીએફની સત્ય ઘટના (KGF Real Story) વિશે જણાવીએ.

  સાઉથની ફેમસ ફિલ્મ ‘કેજીએફ ચૅપ્ટર 2’ (KGF chapter 2) 14 એપ્રિલના દિવસે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સાઉથ એક્ટર્સ યશ અને શ્રીનિધિ સાથે બોલિવુડના એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) અને રવીના ટંડન પણ નજરે પડશે. આ ફિલ્મમાં સંજય દત્ત ખૂંખાર અંદાજમાં પડદા પર દેખાશે. સંજય જે એક ખૂંખાર કેરેક્ટર પ્લે કરતા દેખાશે, તે કેરેક્ટર કોઈ ફિક્શન એટલે કે કાલ્પનિક નહી પણ સત્ય ઘટના પર આધારિત છે. કેજીએફની આખી સ્ટોરી જે સોનાની ખાણ પર તૈયાર કરવામાં આવી છે, તેની વાર્તા સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. ભારતને એમ જ સોનેકી ચિડીયા નહતુ કહેવામાં આવતું. સાનોની ચાહત અને લાલસામાં જ કેજીએફ વિસ્તારે હત્યાઓ અને લોહી પણ જોયું છે અને પ્રગતિ પણ. સમગ્ર મામલો જાણવા માટે વાંચો થ્રિલર અને રહસ્યથી ભરપૂર સ્ટોરી.

  સાઉથની જાણીતી ફિલ્મ કેજીએફ (KGF)ની સ્ટોરી દર્શકોને એટલી પસંદ આવી કે પહેલા ભાગ પછી તેની સિક્વલની માંગ વધવા લાગી. ફિલ્મની વાર્તા ખૂબ જ દિલચસ્પ છે. ચાલો તમને કેજીએફની સત્ય ઘટના વિશે જણાવીએ. સોનાની ખાણ જેના પર ફિલ્મ બની છે, તેનો ઈતિહાસ લગભગ 121 વર્ષ જૂનો છે. ડીએનએના રિપોર્ટ અનુસાર, કેજીએફ એટલે કે 'કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ' (Kolar Gold Fields)ની વાર્તા લોહિયાળ છે. જ્યાં સોનાનો ભંડાર હશે ત્યાં વાર્તા લોહિયાળ જ હશે. સોનાથી ભરપૂર આ વિસ્તારમાં ઘણી ન સાંભળેલી અને ન ચર્ચાયેલી વાર્તાઓ પણ દફન છે.

  121 વર્ષ પહેલા નિકળ્યું હતું 900 ટન સોનું

  ડીએનએના રિપોર્ટ અનુસાર 121 વર્ષ પહેલા કેજીએફમાં ખોદકામ દરમિયાન લગભગ 900 ટન સોનું મળ્યું હતું. કર્ણાટક પાસે કોલાર ગોલ્ડ ફિલ્ડ છે. આ ખાણ વિશે બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ જોન વોરેન દ્વારા એક લેખ લખવામાં આવ્યો હતો. આ મુજબ 1799માં શ્રીરંગપટનાની લડાઈમાં ટીપુ સુલતાનની હત્યા કર્યા બાદ અંગ્રેજોએ કોલાર અને તેની આસપાસના વિસ્તાર પર કબજો કર્યો હતો. થોડા વર્ષો પછી જ અંગ્રેજોએ આ જમીન મૈસૂર રાજ્યને આપી દીધી, પરંતુ સોનાથી ભરપૂર આ વિસ્તાર એટલે કે કોલારને પોતાની પાસે જ રાખ્યો હતો.

  સોનાના ખોદકામમાં કેટલાય મજૂરોએ ગુમાવ્યો જીવ

  વોરેનના આ આર્ટિકલ મુજબ ચૌલ સામ્રાજ્ય દરમિયાન લોકો હાથ વડે જમીન ખોદીને જ સોનું કાઢતા હતા. એકવાર વોરેને ગ્રામજનોને સોનું બહાર કાઢવાની લાલચ આપી, ત્યારે ઘણીબધી માટીમાંથી માત્ર થોડા સોનાના કણો જ બહાર આવતા. જ્યારે વાત ન જામી તો આ માટે મોડર્ન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, છતાં કોઈ ફાયદો થયો નહીં. આને કારણે અનેક મજૂરોએ જીવ ગુમાવ્યા. થાકીને બ્રિટિશ સરકારે ખોદકામ પર પ્રતિબંધ મૂક્યો. અસલમાં સોનું મેળવવું પણ એટલું સરળ નહોતું.

  મશાલ અને ફાનસની રોશનીમાં થતુ ખોદકામ

  વર્ષો પછી વોરનનો આ આર્ટિકલ બ્રિટિશ સૈનિક માઈકલ ફિટ્ઝગેરાલ્ડ લેવેલીએ 1871માં વાંચ્યો અને તેને સોનું મેળવવાનું ઝનૂન જાગ્યું. તેણે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. 1873માં મૈસુરના મહારાજા પાસેથી ખોદકામ માટે પરવાનગી લેવામાં આવી અને 1875માં ખોદકામ શરૂ થયું. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ કામ કેટલું ભયાનક હતું. તે સમયે રોશની માટે મશાલ અને ફાનસનો ઉપયોગ થતો હતો.

  વિજળીથી ઝગમગી ઉઠી કોલાર માઈન્સ

  આટલી લાઈટ ખાણ માટે પૂરતી ન હતી, તેથી સૌપ્રથમ તો લેવલીએ અહીં વીજળીની વ્યવસ્થા કરી. રિપોર્ટ અનુસાર સોનાની લાલચ એવી હતી કે કેજીએફ ભારતનો પહેલો વિસ્તાર હતો કે જ્યાં વીજળીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો. મશીનોની મદદથી 95 ટકા સોનું 1902માં બહાર આવવા લાગ્યું. ખાણમાં 30 હજાર મજૂરો કામ કરવા લાગ્યા. લેવલીનો પ્રયોગ સફળ રહ્યો, ખાણમાંનુ સોનું હવે હાથ લાગવા માંડ્યું.

  ખોદકામ બંધ હોવા છતા આજે પણ હાજર છે સોનું

  આઝાદી પછી ભારત સરકારે આ ખાણોનો કબજો લઈ લીધો અને ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડ કંપનીએ તેનું કામ સંભાળવાનુ શરૂ કર્યું. શરૂઆતમાં બધું બરાબર હતું જો કે 80ના દાયકામાં કંપનીની હાલત ખરાબ થવા લાગી અને સ્થિતિ એવી થઈ કે કામદારોને પગાર આપવાના પૈસા નહોતા. 2001 સુધીમાં ખોદકામ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ખોદકામ બંધ થતાં જ કોલાર ગોલ્ડ ફિલ્ડ ખંડેરમાં ફેરવાઈ ગયું. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આજે પણ અહીં સોનું મોજુદ છે.

  આ પણ વાંચોવરૂણ ધવને શેર કર્યુ વિજય સ્ટારર ‘બીસ્ટ’નું હિન્દી ટ્રેલર, જાણો શા માટે

  લોહીથી લખાઈ કહાણી

  KGF ભાગ 2માં એક ડાયલોગ છે, જેને સાંભળીને તમે આ વાર્તાની સચ્ચાઈ પર વિશ્વાસ કરવા લાગશો. લોહીથી લખાયેલી વાર્તા છે... શાહીથી નહીં વધે. જો મારે આગળ વધવું હશે, તો હું ફરીથી લોહી માંગીશ. જો બંધ ખાણો ફરીથી ખોદવામાં આવશે, તો તે ફરીથી લોહી માંગશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: KGF Chapter 2, KGF Chapter 2 Teaser

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन