નવી દિલ્હી: યશની સ્ટારર ફિલ્મ ‘KGF’ ફેઈમ અભિનેતા કૃષ્ણાજી રાવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ છેલ્લા ઘણા દિવસોની બિમાર હતા. મીડિયાના અહેવાલ પ્રમાણે 70 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ‘KGF’ ફ્રેન્ચાઈઝીથી પ્રખ્યાત થયેલા કૃષ્ણાજીને તાજેતરમાં જ ઉંમરના કારણએ થયેલી બીમારી બાદ બેંગલુરુના સીતા સર્કલ પાસે વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે અભિનેતા એક સંબંધીના ઘરે જઈ રહ્યો હતો અને થાકની ફરિયાદ કર્યા પછી તેમને અડધી રાત્રિએ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
‘KGF Chapter 1’ 2018માં રિલીઝ થયા પછી તેમણે 30 ફિલ્મોમાં અભિનય કર્યો અને બીજા હપ્તા પછી તેણે લગભગ 15 ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ વાત કૃષ્ણા રાવે TV9 કન્નડ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેમણે KGF પછી 30 ફિલ્મોમાં કામ કર્યું છે.
મેગ્નમ ઓપસમાં તેની ભૂમિકા વિશે વાત કતા રાવે જણાવ્યું હતું કે, તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે 40 ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે રાવનો યશ સાથે નાનો રોલ હતો, પણ એ કેમિયો ફિલ્મનો આત્મા છે. 'KGF ચેપ્ટર 2' ને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. તેના દરેક પાત્રની પ્રશંસા કરવામાં આવી હતી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર