સાઉથ સુપરસ્ટાર યશની (Yash) ફિલ્મ 'કેજીએફ'ના (KGF) બંને પાર્ટે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પહેલો પાર્ટ 2018માં (KGF 1) આવ્યો હતો અને પછી 2022માં (KGF 2) તેનો બીજો પાર્ટ રિલિઝ કરવામાં આવ્યો. ફિલ્મમાં યશે રૉકી ભાઇનું (Rocky Bhai)નું કેરેક્ટર નિભાવ્યું હતું. જેને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. તેવામાં હવે યશના ફેન્સ કેજીએફ ફ્રેન્ચાઇઝીના (KGF franchise) ત્રીજા પાર્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
મેકર્સ હોમ્બલે ફિલ્મ્સે (Hombale Films) ઘોષણા કરી દીધી છે કે KGF: ચેપ્ટર 3નું શુટિંગ ક્યારથી શરૂ થઇ રહ્યું છે. આ રિપોર્ટ સામે આવતા જ ફેન્સ એક્સાઇટેડ થઇ ગયા છે પરંતુ તેમણે ફિલ્મ માટે ઘણી રાહ જોવી પડશે.
પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી KGF લોકોને પસંદ આવી છે. ફિલ્મની પ્રથમ બે પાર્ટ KGF: ચેપ્ટર 1 અને KGF: ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી. ફિલ્મમાં યશને રોકી ભાઈના અંદાજમાં જોઈને લોકો તેના ફેન થઇ ગયા. આ પેન ઇન્ડિયા ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવી રહી હતી. તે જ સમયે, મેકર્સે KGF: ચેપ્ટર 2 ના અંતમાં પાર્ટ 3ની પણ હિંટ આપી હતી. જો કે, હવે એવું લાગે છે કે ફેન્સને પાર્ટ 3 માટે થોડી વધુ રાહ જોવી પડશે.
રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ વર્ષ 2025માં ફ્લોર પર જશે અને આગામી વર્ષ 2026માં આ ફિલ્મ થિયેટરોમાં જોવા મળશે. મેકર્સ વિજય કિરાગન્દુરે આની જાહેરાત કરી છે. ફિલ્મમાં વિલંબ એટલા માટે પણ થયો છે કારણ કે ડાયરેક્ટર પ્રશાંત નીલ આ વર્ષે સપ્ટેમ્બર સુધી પ્રભાસની ફિલ્મ સાલાર પર કામ કરી રહ્યાં છે. તે આ ફિલ્મમાં ખૂબ જ બિઝી છે.
એક્ટર યશ (Yash) કેજીએફ ફિલ્મનો જીવ છે. આ ફિલ્મ પછી તેને આખા દેશમાં ઓળખ મળી. હવે તેની ફેન ફોલોઈંગ માત્ર સાઉથ સુધી સીમિત નથી રહી. દરમિયાન, રિપોર્ટ સામે આવ્યા છે કે પાંચમા પાર્ટ પછી, લીડીંગ મેનને રિપ્લેસ કરવામાં આવશે. જો કે આ અંગે ઓફિશિયલ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રનું કહેવું છે કે મેકર્સ તેના પર વિચાર કરી શકે છે.
Yashનો બર્થ ડે
યશ 8 જાન્યુઆરીએ પોતાનો 37મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. યશના ફેન્સે તેને તેના બર્થ ડે પર શુભેચ્છા પાઠવી છે. ફેન્સની સાથે ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સે પણ તેને બર્થ ડે વિશ કર્યુ છે. સોશિયલ મીડિયા પર હેપ્પી બર્થ ડે યશ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ખાસ દિવસે તેણે પોતાના ફેન્સ માટે એક સ્પેશિયલ નોટ લખી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર