KGF Chapter 2 : કેજીએફ (Film KGF)ની ધમાકેદા સફળતા બાદ ફેન્સ ચેપ્ટર 2ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મના અનેક પોસ્ટર રીલીઝ થઇ ચુક્યા છે. ફિલ્મના ટ્રેલર (KGF 2 Trailer Release Date) અંગે હવે નિર્માતાઓએ જાહેરાત કરી છે કે KGF: ચેપ્ટર 2 નું ટ્રેલર 27 માર્ચે સાંજે 6:40 વાગ્યે રીલીઝ કરવામાં આવશે.
પ્રશાંત નીલ (Prashant Neel) દ્વારા નિર્દેશિત KGF 2માં સંજય દત્ત (Sanjay Dutt), શ્રીનિધિ શેટ્ટી (Srinidhi Shetty), રવિના ટંડન (Raveena Tandon) અને પ્રકાશ રાજ (Prakash Raj) પણ મુખ્ય ભૂમિકામાં છે. અહેવાલો અનુસાર, ફિલ્મના થિયેટર અધિકારો લગભગ 60 કરોડ સુધી વધારી દેવામાં આવ્યા છે. સિક્વલમાં પહેલા ભાગના અનેક કલાકારોને આ સિક્વલમાં રાખવામાં આવ્યા છે, જ્યારે કે બોલિવૂડ સ્ટાર્સ સંજય દત્ત વિલન અધીરા તરીકે અને રવીના ટંડન રમિકા સેનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને કન્નડ, તેલુગુ, તમિલ, હિન્દી અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મના ક્લાઇમેક્સ સિન્સ હૈદરાબાદમાં શૂટ કરવામાં આવ્યા છે. આ માટે રામોજી ફિલ્મ સીટીમાં એક ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો.
ફેન્સ આ ફિલ્મ નિહાળવા માટે ખૂબ ઉત્સાહિત હોવાથી સિક્વલના તેલુગુ થિયેટ્રિકલ રાઇટ્સ રૂ. 20 કરોડમાં વેચાયા છે. આ દરમિયાન હિન્દીના રાઇટ્સ 44 કરોડમાં વેચાયા છે.
હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંડુર દ્વારા નિર્મિત, ફિક્શનલ મોબ ડ્રામાનું પ્રીમિયર 23 ઓક્ટોબર, 2020ના રોજ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ રિલીઝની તારીખ 16 જુલાઈ, 2021 નક્કી કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે નિર્માતાઓને તે તારીખ પણ ફરીથી મુલતવી રાખવી પડી હતી.
આ પહેલા યશના જન્મદિવસના અવસર પર મેકર્સે આ સ્ટારને દર્શાવતું ફિલ્મનું નવું પોસ્ટર લોન્ચ કર્યું હતું. પોસ્ટરમાં અભિનેતાને એક ઇન્ટેન્સ લૂકમાં જોઇ શકાય છે. રીલીઝ કરાયેલા પોસ્ટર સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે - વાવાઝોડા પહેલા હંમેશા ગર્જના હોય છે. આપને જણાવી દઇએ કે, KGF ચેપ્ટર 2 આ વર્ષે 14મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ (KGF Chapter 2 release date) થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર