Home /News /entertainment /

KGF 2 Box Office Collection : પીકેથી લઇને ટાઇગર ઝીંદા હૈ સુધી તમામ ફીલ્મો પર ભારે પડી KGF ચેપ્ટર-2, જાણો કલેક્શન

KGF 2 Box Office Collection : પીકેથી લઇને ટાઇગર ઝીંદા હૈ સુધી તમામ ફીલ્મો પર ભારે પડી KGF ચેપ્ટર-2, જાણો કલેક્શન

કેજીએફ ચેપ્ટર 2 બોક્સ ઓફિસ કલેક્શન

KGF 2 Box Office Collection : વર્લ્ડ વાઇડ બોક્સ-ઓફિસ વિશે વાત કરીએ તો KGF: ચેપ્ટર 2 (KGF Chapter 2) 1000 કરોડના કલેક્શનથી થોડાક જ કરોડ ઓછા છે અને આ સપ્તાહના અંતે તે અહીં પહોંચી જશે

    KGF 2 Box Office Collection : યશ સ્ટારર KGF ચેપ્ટર 2 બોક્સ ઓફિસ (KGF Chapter 2 Box Office Collection) પર ધમાલ મચાવી રહી છે. ફેન્સ પણ ફિલ્મ અને અભિનેતા યશ (Superstar Yash)ના ભારે વખાણ કરી રહ્યા છે. ફિલ્મ તેના વિશ્વવ્યાપી કલેક્શન (Worldwide Collection) સાથે માત્ર 1000 કરોડના ક્લબની નજીક પહોંચી રહી છે એટલું જ નહીં, પરંતુ ફિલ્મનું હિન્દી ડબ વર્ઝન પણ રેકોર્ડ તોડી રહ્યું છે. તે માત્ર 11 દિવસમાં 300 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઈ હતી અને હવે 14 દિવસમાં તે હિન્દીમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે ઉભરી આવી છે. તેનો અર્થ એ પણ છે કે KGF: ચેપ્ટર 2 એ બોલિવૂડની કેટલીક સૌથી મોટી ફિલ્મો (KGF Chapter-2 Beats Bollywood Films) જેમ કે, પીકે, સંજુ અને ટાઈગર ઝિંદા હૈના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.

    આમિર-સલમાન પર ભારે પડ્યો યશ

    13મા દિવસે એટલે કે બુધવારે ફિલ્મે રૂ. 6.25 કરોડ અને કુલ કલેક્શનને રૂ. 343.13 કરોડ થયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મનું આ કલેક્શન સલમાન ખાન-કેટરિના કૈફ સ્ટારર ટાઈગર ઝિંદા હૈ, આમિર ખાનની પીકે અને રણબીર કપૂર સ્ટારર સંજુના લાઇફટાઇમ કલેક્શન કરતાં પણ વધુ છે. તેને હવે 500 કરોડના ક્લબમાં સામેલ માત્ર બે જ ફિલ્મો દંગલ અને બાહુબલી: ધ કન્ક્લુઝન ને ઓવરટેક કરવાની બાકી છે.

    રૂ. 1000 કરોડની નજીક પહોંચી કમાણી

    વર્લ્ડ વાઇડ બોક્સ-ઓફિસ વિશે વાત કરીએ તો KGF: ચેપ્ટર 2 1000 કરોડના કલેક્શનથી થોડાક જ કરોડ ઓછા છે અને આ સપ્તાહના અંતે તે અહીં પહોંચી જશે. એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, ફિલ્મે બુધવારે રૂ. 19.37 કરોડ અને વિશ્વભરમાં કુલ કલેક્શન હવે રૂ. 926.67 કરોડ છે.

    આ પણ વાંચોહોલીવૂડની આ ફિલ્મોની રીમેક ઉતરશે બોલીવૂડના પડદે, અમિતાભથી લઇને આમિર સુધી તેમાં કરશે કામ

    KGF ચેપ્ટર-2ની પણ ફેન્સને મળશે ભેટ

    KGF 2 હિન્દી વર્ઝન માટે 250 કરોડ અને 300 કરોડના ક્લબમાં પ્રવેશનારી સૌથી ઝડપી ફિલ્મ બની હતી. 300 કરોડના ક્લબમાં પ્રવેશ કરનારી બાહુબલી: ધ કન્ક્લુઝન પછી તે બીજી ડબ થયેલી ફિલ્મ પણ બની છે. યશને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સ સંજય દત્ત અને રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકામાં છે. ચેપ્ટર 2ના અંતે જણાવ્યા અનુસાર, પ્રશાંત નીલ નિર્દેશિત ફિલ્મનો ત્રીજો ભાગ પણ જોવા મળશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, KGF Chapter 2

    આગામી સમાચાર