Home /News /entertainment /

KGF 2 Box Office Collection : KGF ચેપ્ટર 2 રેકોર્ડબ્રેક, 250 કરોડના કલેક્શને સૌથી ઝડપી પાર કરનાર હિન્દી ફિલ્મ બની

KGF 2 Box Office Collection : KGF ચેપ્ટર 2 રેકોર્ડબ્રેક, 250 કરોડના કલેક્શને સૌથી ઝડપી પાર કરનાર હિન્દી ફિલ્મ બની

કેજીએફ બોક્સ ઓફિસ કલેક્શન રેકોર્ડ

KGF Chapter 2 box office collection : બોક્સ ઓફિસ પરના જોરદાર કલેક્શનના કારણે KGF 2 હિન્દીમાં 250 કરોડનું સૌથી ઝડપી કલેક્શન કરનાર ફિલ્મ (KGF 2 Box office Record) બની ગઈ છે. તરણે ટ્વીટ કર્યું હતું કે, #KGF2 સૌથી ઝડપી રૂ. 250 કરોડ સુધી પહોંચનારી ફિલ્મ છે

વધુ જુઓ ...
    KGF Chapter 2 box office collection day 7:: કેજીએફ ચેપ્ટર 2 બોક્સ ઓફિસ (KGF Chapter 2 box office) એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ (હિન્દી વર્ઝન) બોક્સ ઓફિસ પર એક અઠવાડિયાનો રન પૂરો કરી ચુકી છે. મૂવીએ 7માં દિવસે 250 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    તાજેતરમાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ખુલાસો કર્યો હતો કે, KGF ચેપ્ટર 2 ફિલ્મે બુધવારે 16.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરિણામે ફિલ્મને 250 કરોડના આંકડાને ઓળંગી ગઈ હતી. ગુરુવાર સુધીમાં એકલા KGF 2ના હિન્દી વર્ઝને 255.05 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

    બોક્સ ઓફિસ પરના જોરદાર કલેક્શનના કારણે KGF 2 હિન્દીમાં 250 કરોડનું સૌથી ઝડપી કલેક્શન કરનાર ફિલ્મ બની ગઈ છે. તરણે ટ્વીટ કર્યું હતું કે, #KGF2 સૌથી ઝડપી રૂ. 250 કરોડ સુધી પહોંચનારી ફિલ્મ છે... #KGF2એ દિવસ 7માં #Baahubali2એ દિવસ 8માં, #Dangalએ દિવસ 10માં, #Sanjuએ દિવસ 10માં અને #TigerZindaHaiએ દિવસ 10માં આ આંકડો મેળવ્યો હતો. ગુરુવારે 53.95 કરોડ, શુક્ર 46.79 કરોડ, શનિવારે 42.90 કરોડ, રવિવારે 50.35 કરોડ, સોમવારે 25.57 કરોડ, મંગળવારે 19.14 કરોડ, બુધવારે 16.35 કરોડ એમ કુલ રૂ. 255.05 કરોડની કમાણી થઈ છે.

    બીજી તરફ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ખુલાસો કર્યો હતો કે, મૂવી અન્ય રાજ્યોમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાએ પણ મોટા આંકડા સામે આવ્યા છે. તેમણે નોંધ્યું કે KGF ચેપ્ટર 2એ 2.35 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા જ્યારે RRRએ 23 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે બીસ્ટના 1 લાખ રૂપિયા મેળવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, KGF 2 બોક્સ ઓફિસ પર થલાપથી વિજયની બીસ્ટ સાથે ટકરાઈ હતી. આ કન્નડ ફિલ્મે બોક્સ ઓફિસ પર કલેક્શનમાં તમિલ ફિલ્મ બીસ્ટને તેના જ બજારમાં પછાડી દીધી હતી. ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલાને જણાવ્યું હતું કે KGF 2 તમિળનાડુમાં બીસ્ટને પાછળ છોડી દેશે. તેમણે ખુલાસો કર્યો કે, બુધવાર સુધીમાં KGF 2 એ 4.35 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા જ્યારે બીસ્ટએ 1.28 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

    KGF 2 એ વૈશ્વિક મોરચે પણ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મે પાંચ દિવસની અંદર વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

    દિગ્દર્શક પ્રશાંત નીલે NEWS18ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, KGFની 8 વર્ષની લાંબી સફરે તેમને આત્મવિશ્વાસ આપ્યો હતો, જેણે તેમને ફિલ્મને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરી હતી અમે શરૂઆત કરી ત્યારે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આજે અમે જ્યાં છીએ ત્યાં રહીશું.

    આ પણ વાંચોNetflixમાં જલદી જ આવી રહ્યા છે એકદમ સસ્તા મોબાઇલ સબ્સક્રિપ્શન પ્લાન, જાહેરાતો પણ બતાવશે!

    સફળતા બાબતે યશને શ્રેય આપતાં નીલે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ વિઝન ધરાવતી એકમાત્ર વ્યક્તિ યશ હતી. અમે આ એક નાના કન્નડ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું હતું અને આજે આ ફિલ્મ ખરેખર મોટી ફિલ્મ છે અને અપેક્ષાઓ ઘણી વધારે છે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, KGF Chapter 2

    આગામી સમાચાર