Home /News /entertainment /KGF 2 Box Office: KGF-2એ વધુ એક રેકોર્ડ તોડ્યો, આ રાજ્યમાં 100 કરોડનું કલેક્શન કરનાર પ્રથમ કન્નડ ફિલ્મ બની
KGF 2 Box Office: KGF-2એ વધુ એક રેકોર્ડ તોડ્યો, આ રાજ્યમાં 100 કરોડનું કલેક્શન કરનાર પ્રથમ કન્નડ ફિલ્મ બની
કેજીએફ 2 બોક્સ ઓફિસ કલેક્શન
KGF 2 Box Office : વિજય સ્ટારર ફિલ્મ બીસ્ટ (Beast) ને પણ કેજીએફ 2 (KGF 2) એ પછાડી દીધી છે. થિયેટરોમાં નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, તેમ છતાં તેની કમાણી પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી.
સાઉથ સિનેમાના સ્ટાર એક્ટર યશ (Yash), બોલિવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) અને રવિના ટંડન (Raveena Tandon) સ્ટારર ફિલ્મ 'KGF 2' 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આજ સુધીમાં ફિલ્મે વર્લ્ડ વાઈડ 1000 કરોડથી વધુનું કલેક્શન (KGF2 Worldwide Collection) કર્યું છે. તેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મે તમિલનાડુમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ રાજ્યમાં 100 કરોડ (KGF2 Box Office Collection)થી વધુ કલેક્શન કરનાર પ્રથમ કન્નડ ફિલ્મ બની છે. ફિલ્મને રિલીઝ થયાને 20 દિવસ થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ ઝડપી બિઝનેસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય સ્ટારર ફિલ્મ બીસ્ટને પણ કેજીએફ 2એ પછાડી દીધી છે. થિયેટરોમાં નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, તેમ છતાં તેની કમાણી પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. તેણે વિશ્વભરમાં 1000 કરોડથી વધુ (KGF 2 Total Collection) એકત્ર કર્યા છે. આ ફિલ્મે એક્ટર યશને ગ્લોબલ સ્ટાર બનાવ્યો છે. તેની ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે ધાર્યા કરતાં વધુ કમાણી કરીને મોટી સફળતા મેળવી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ સાથે એસએસ રાજામૌલી (SS Rajamouli) ની 'આરઆરઆર' (RRR), પ્રભાસ (Prabhas) ની 'બાહુબલી 2' (Bahubali 2) અને આમિર ખાનની 'દંગલ' (Dangal) પછી આવે છે. KGF-2 1000 કરોડનો બિઝનેસ કરનારી ચોથી ભારતીય ફિલ્મ છે.
કેજીએફ 2 (KGF 2 hindi Box Office)ના હિન્દી વર્ઝને રિલીઝના 14 દિવસમાં 353 કરોડનું કલેક્શન કર્યું હતું. કોરોના મહામારી બાદ આ હિન્દી ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે અજય દેવગનની 'રનવે 34' (Runaway 34) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) ની 'હીરોપંતી 2' (Heropanti 2) જેવી ફિલ્મોને પણ પછાડી દીધી છે.
ઉલ્લેખનિય છે કે, કેજીએફ 2નો ક્રેઝ એવો હતો કે ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ દ્વારા 60 કરોડનો બિઝનેસ કરી લીધો હતો. રિપોર્ટ્સનું માનીએ તો આ પહેલા બાહુબલી 2એ રિલીઝ પહેલા 58 કરોડનું કલેક્શન કર્યું હતું. કેજીએફ 2 રિલીઝ થઈ ત્યારથી તેણે ઘણા રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લીધા છે. તેનો ક્રેઝ આજે પણ લોકોમાં જોવા મળી રહ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર