Kesari Box Office Collection Day 13:અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. દેશભક્તિની ભાવનાથી ઓતપ્રેત ફિલ્મ કેસરીએ પ્રેક્ષકોના દિલમાં કબજો કરી લીધો છે. તેના કારણે, આ ફિલ્મ બે અઠવાડિયાથી સારું કલેકશન કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 128 કરોડની કમાણી કરી છે. ઉત્તર ભારતમાં સિનેમાઘરોમાં હજુ પણ ભીડ જોવા મળી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં કમાણી ગતિ થોડી ઘટી છે. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે, ફિલ્મ (કેસરી) બે અઠવાડિયા પૂરા થવા પર રૂ .137 કરોડની કમાણી કરી લીધી છે. બીજા અઠવાડિયામાં ફિલ્મ જંગલ અને નોટબુક જેવી ફિલ્મો સાથે કેસરીની ટક્કર હતી, કેસરીએ તેને પણ પછાડી દીધી.
શુક્રવારે ફિલ્મ કેસેરીની કમાણી 4 કરોડ 45 લાખ હતી, જ્યારે શનિવારે 6 કરોડ 45 લાખ રૂપિયા, રવિવાર કેસેરી માટે શાનદાર રહ્યો. રવિવારે આ ફિલ્મે રૂ. 8 કરોડ 25 લાખ રુપિયા એકત્ર કર્યા હતા. સોમવારે, ફિલ્મની આવક ઓછી થઈ અને માત્ર 3 કરોડ 27 લાખ રૂપિયા કમાણી રહી. આ રીતે, ફિલ્મે અત્યાર સુધીમાં 128 કરોડ 28 લાખ કમાણી કરી છે.
અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાની ફિલ્મ કેસરી દેશ અને વિદેશમાં 4200 સ્ક્રીનોમાં રિલીઝ થઈ હતી. અક્ષય કુમારે જબરજસ્ત એક્શન કરીને દર્શકોનું દિલ જીતી લીધું છે. . અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાની 'કેસરી' ફિલ્મ 'સાગરગઢની લડાઇ' પર આધારિત છે. તેમની ફિલ્મને 2019ની સૌથી મોટી શરૂઆત પણ મળી છે.
#Kesari is strong on [second] Mon... North circuits continue to lead, while other circuits are steady... Should collect ₹ 137 cr [+/-] by [second] Thu... [Week 2] Fri 4.45 cr, Sat 6.45 cr, Sun 8.25 cr, Mon 3.27 cr. Total: ₹ 128.28 cr. India biz.