ફિલ્મ ‘કેદારનાથ’નું ટ્રેલર રિલીઝ, બિન્દાસ યુવતીના રોલમાં જોવા મળી સારા

ફિલ્મ ‘કેદારનાથ’નું ટ્રેલર રિલીઝ

આ ફિલ્મમાં સારાનો રોલ એક બિન્દાસ યુવતીનો છે. જે ગાળો પણ આપે છે અને ડર્યા વગર પ્રેમ પણ કરે છે

  • Share this:
    સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જે દર્શકોને ઘણું પસંદ પડ્યું હતું. સારા અલી ખાનની આ ફિલ્મ ઘણી વિવાદોમાં રહી છે. હવે રિલીઝનો સસ્તો ક્લીન બની ગયો છે.

    સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ‘કેદારનાથ’ના ટ્રેલરમાં 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભયંકર પૂરને માર્મિક ઢંગથી બતાવવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં તબાહીના દ્રશ્યો તમારા મગજને વિચારતા કરી નાખશે. ટ્રેલરમાં સારાની એક્ટિંગ ઘણી સારી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સારાનો રોલ એક બિન્દાસ યુવતીનો છે. જે ગાળો પણ આપે છે અને ડર્યા વગર પ્રેમ પણ કરે છે.


    7 ડિસેમ્બરે થશે રિલીઝ
    સોમવારે એટલે કે આજે ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની રિલીઝ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં પણ ફિલ્મની રિલીઝની તારીખ બતાવવામાં આવી છે. ફિલ્મ 7 ડિસેમ્બર 2018માં રિલીઝ થશે. 2013માં આવેલા ઉત્તરાખંડના પૂરની આજુબાજુ એક લવસ્ટોરી બનાવવામાં આવી છે.

    આ પણ વાંચો - જુઓ ઇટાલીમાં 'દીપવીર' ના લગ્ન સ્થળનો આકર્ષક નજારો
    Published by:Ashish Goyal
    First published: