ઉત્તરાખંડમાં કેદારનાથ ફિલ્મ બેન, લવ-જેહાદને પ્રમોટ કરવાનો આરોપ

ફિલ્મ કેદારનાથ પર ઉત્તરાખંડમાં બેન, મૂવી 7 ડિસેમ્બરે દેશભરમાં રિલીઝ થઈ છે

ફિલ્મ કેદારનાથ પર ઉત્તરાખંડમાં બેન, મૂવી 7 ડિસેમ્બરે દેશભરમાં રિલીઝ થઈ છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સારા અલી ખાન અને સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથ પર ઉત્તરાખંડમાં બેન લાગી ગયો છે. ફિલ્મ 7 ડિસેમ્બરે જ દેશભરમાં રિલીઝ થઈ છે. કેદારનાથ પર લવ-જેહાદ, ભગવાનનું અપમાન અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કેદારનાથ મંદિરના પૂજારીઓએ પણ ફિલ્મનો વિરોધ કર્યો છે. જોકે, ગુરુવારે ઉત્તરાખંડ હાઈકોર્ટે મૂવી પર બેનથી ઇન્કાર કર્યો હતો.

  ઉત્તરાખંડ સરકોર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને કાયમ રાખવા માટે ફિલ્મને બેન કરી દીધી છે. હાલમાં જ ભાજપે ફિલ્મને બેન કરવાની માંગ કરી હતી. ફિલ્મ પર લવ-જેહાદને પ્રમોટ કરવાનો આરોપ લાગ્યો હતો. ભાજપે ફિલ્મની ટેગલાઇન અને ટાઈટલ ઉપર પણ વાંધો ઉઠાવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, ફિલ્મને પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી એન સરકાર તરફથી પાસ કરી દેવામાં આવી હતી. પરંતુ સ્થાનિક પાર્ટીઓએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી. બુધવારે ઉત્તરાખંડ સરકારે બીજેપી નેતા સતપાલસિંહ મહારાજની અધ્યક્ષતામાં 4 સભ્યોની કમિટીનું ગઠન કર્યું હતું.

   સતપાસ મહારાજે જણાવ્યું કે, અમારી કમિટીએ સીએમને ભલામણ મોકલી દીધી છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષ કરવામાં આવે. અમે જિલ્લા મેજિસ્ટ્રેટને શાંતિ કાયમ રાખવા માટે કહ્યું છે. તમામે નિર્ણય કર્યો છે કે કેદારનાથ ફિલ્મને બેન કરવી જોઈએ. ફિલ્મ રાજ્યમાં દરેક સ્થળે બેન થઈ ગઈ છે.

  આ પણ વાંચો, માત્ર 6 દિવસમાં 2.0એ તોડ્યો બાહુબલીનો રેકોર્ડ, કર્યુ 120 કરોડનું કલેક્શન
  Published by:Mrunal Bhojak
  First published: