'કેદારનાથ' ની નબળી કહાની છતા સારાનો ચાલ્યો જાદુ, કરી આટલી કમાણી

'કેદારનાથ', ફિલ્મને રિલીઝ થયા બાદ જ દર્શકોની પ્રતિક્રિયાઓ શરુ થઇ ગઇ હતી.

'કેદારનાથ', ફિલ્મને રિલીઝ થયા બાદ જ દર્શકોની પ્રતિક્રિયાઓ શરુ થઇ ગઇ હતી.

 • Share this:
  ફિલ્મ 'કેદારનાથ', શુક્રવારે બોક્સ ઑફિસ પર રજૂ થઈ હતી, બોલિવૂડમાં ફિલ્મી ફ્રાઇડે પર બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ', ફિલ્મને રિલીઝ થયા બાદ જ દર્શકોની પ્રતિક્રિયાઓ શરુ થઇ ગઇ હતી. ત્યારબાદ ફિલ્મની પહેલા દિવસની કમાણી પણ સામે આવી ચુકી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા અનુસાર ફિલ્મે સાત કરોડનો બિઝનેસ કર્યો છે.

  ફિલ્મના પહેલા દિવસની કમાણી જોવામાં આવે તો ફિલ્મ સારી રફતાર પકડી રહી છે. ત્યરબાદ, આ ફિલ્મમાં વીકએન્ડ સારુ સાબિત થઈ શકે છે. ફિલ્મ ક્રિટિક્સનું માનીએ તો ફિલ્મની ભટકેલી કહાની અને અત્યંત ખરાબ ટ્રીટમેન્ટથી ફિલ્મને ટ્રેક પરથી ઉતારીને દૂર કરવામાં આવી છે. જેના કારણે અનેક દર્શકો ફિલ્મ વિશે ખુશ નથી. ત્યા સારાના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.  ફિલ્મ જ્યારથી ચર્ચામાં આવી હતી, ત્યારથી તે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મ નિર્દેશન અભિષેક કપૂરે ડાયરેક્ટ કરી છે.  આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે સુશાંત સિંહ રાજપુત પણ મુખ્ય ભૂમિકામાં નજર આવી રહ્યાં છે. ફિલ્મની કમાણીની અસલી લડાઇ તો સોમવારે જ શરુ થશે, હવે જોવાનું એ રહેશે કે સુશાંતની કેદારનાથ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે.
  Published by:Bhoomi Koyani
  First published: