આ શુક્રવારે ‘કૌન બનેગા કરોડપતિ 13’ની હોટ સીટ પર હેમા માલિની (Hema Malini) અને ડિરેક્ટર રમેશ સિપ્પી (Ramesh Sippy) જોવા મળશે. શો દરમ્યાન અમિતાભ અને હેમા ફિલ્મ ‘શોલે’ના સંવાદ પણ બોલતા જોવા મળશે.
કૌન બનેગા કરોડપતિ (KBC 13)નો આ વખતનો ‘શાનદાર શુક્રવાર’ જબરદસ્ત રહેવાનો છે. શોમાં પોતાના જમાનાની અત્યંત લોકપ્રિય અભિનેત્રી હેમા માલિની (Hema Malini) અને ફેમસ ડાયરેક્ટર રમેશ સિપ્પી (Ramesh Sippy) આવવાના છે. આ એપિસોડમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની અને સિપ્પી સાહેબ, ફિલ્મ ‘શોલે’ (Sholay) ની યાદોં તાજા કરતા દેખાશે.
નોંધનીય છે કે, દર શુક્રવારે કેબીસીમાં ખાસ મહેમાનોને બોલાવવામાં આવે છે. શાનદાર શુક્રવારનો પ્રોમો ચેનલ પર રિલીઝ કરી દેવામાં આવ્યો છે. પ્રોમોમાં સૌથી પહેલા અમિતાભ બચ્ચન ફિલ્મ શોલેમાં ગબ્બર સિંહનો ડાયલૉગ બોલતા જોવા મળે છે. ત્યાર પછી હેમા માલિની પણ પોતાના અંદાજમાં શોલેનો ફેમસ ડાયલૉગ બોલે છે. ફિલ્મ શોલેનું ગબ્બર સિંહનું કેરેક્ટને અમજદ ખાને (Amjad Khan) ભજવ્યું હતું. ફિલ્મમાં તેમના દ્વારા બોલાયેલા ડાયલૉગે ઇતિહાસ રચી દીધો. એવું પહેલી વાર થયું હતું કે જ્યારે થિએટરની અંદર કોઈ ખલનાયકના ડાયલૉગ પર તાળીઓ વાગતી હતી.
પ્રોમોમાં અમિતાભ બચ્ચન, ગબ્બર સિંહનો ફેમસ ડાયલૉગ, ‘અરે ઓ સાંબા કિતને આદમી થે’ બોલે છે. ત્યાર પછી હેમા, ગબ્બર સિંહની જેમ અભિનય કરીને જવાબ આપે છે, જો ડર ગયા, સમઝો મર ગયા. આના પર અમિતાભ બચ્ચન તાળી વગાડે છે.
શોલે ફિલ્મ 15 ઓગસ્ટ 1975ના રોજ રિલીઝ થઈ હતી. તેમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, સંજીય કુમાર અને અમજદ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મના પાત્ર અને ડાયલૉગ્સ આજે પણ લોકો પસંદ કરે છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં તેને કલ્ટ ફિલ્મ માનવામાં આવે છે.
આ વર્ષે 15 ઓગસ્ટે ફિલ્મ શોલેને રિલીઝ થયે 46 વર્ષ થયા. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર રમેશ સિપ્પીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર થ્રોબેક ફોટોઝ શેર કર્યા હતા. સાથે તેમણે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપ્યા હતા. રમેશ સિપ્પીના ટ્વીટનો રિપ્લાય કરતા ધર્મેન્દ્રે લખ્યું હતું કે, ‘શોલેને 46 વર્ષ પૂરા થવા પર ફિલ્મના કેપ્ટનને અભિનંદન. આ રમેશ જ છે, જેમણે શોલેને આકાર આપ્યો હતો. શોલે હંમેશા માટે છે. મને લાગે છે કે, તમારા ટેલેન્ટેડ ટીમના મહાન કલાકારોમાં સૌથી ખરાબ એક્ટર હું જ હતો. મારા માટે તે પિકનિક જેવું હતું. મેં મારી રીતે મજા કરી હતી.’
ફિલ્મ શોલેને બોક્સ ઑફિસ પર સફળતા મળી હતી. 1919માં બીબીસી ઇન્ડિયાએ આ ફિલ્મને ફિલ્મ ઑફ ધ સેન્ચુરી જાહેર કરી હતી. ફિલ્મે પાંચ વર્ષ સુધી ચાલવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર