KBCનાં ઇતિહાસમાં પહેલી વખત એક અઠવાડિયામાં બે સ્પર્ધક બનશે કરોડપતિ?

News18 Gujarati
Updated: September 9, 2019, 1:37 PM IST
KBCનાં ઇતિહાસમાં પહેલી વખત એક અઠવાડિયામાં બે સ્પર્ધક બનશે કરોડપતિ?
KBC માટે આ અઠવાડિયું ખુબજ ખાસ છે સાથેજ દર્શકો માટે રોમાંચક પણ. જો આપ KBCનાં રેગ્યુલર દર્શક નથી તો પણ આ અઠવાડિયું તમે ચૂકતા નહીં.

KBC માટે આ અઠવાડિયું ખુબજ ખાસ છે સાથેજ દર્શકો માટે રોમાંચક પણ. જો આપ KBCનાં રેગ્યુલર દર્શક નથી તો પણ આ અઠવાડિયું તમે ચૂકતા નહીં.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: 9 સપ્ટેમ્બર એટલેકે આજનાં દિવસે નવાં અઠવાડિયાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે જ KBCનાં ઇતિહાસમાં કઇંક એવું થવાનું છે જે પહેલાં ક્યારેય નથી થયું. આ વખતે પહેલી વખત એકજ અઠવાડિયામાં બે સ્પર્ધક એક કરોડનાં સવાલ સુધી પહોંચશે. બંને સ્પર્ધકની ઝલક દર્શાવતો વીડિયો સોની ટીવી દ્વારા તેમનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

એક કરોડ રૂપિયાનાં સવાલ સુધી પહોંચનારો પહેલો સ્પર્ધક હિમાંશુ માત્ર 19 વર્ષનો છે. તે બાળપણથી જ પાયલટ બનવા ઇચ્છતો હતો તેની આ ઇચ્છાની પૂર્તિ માટે જ તેણે ઇંદિરા ગાંધી ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઇ લીધુ છે. હિમાંશુએ બિગ બીનાં સવાલોની વચ્ચે તેની પર્સનલ લાઇફ અંગે પણ વાત કરી છે. અને તેનાં જીવનનાં સ્પેશલ પર્સન અંગે પણ જણાવ્યું છે. એક બાદ એક સાચા જવબા આપતો હિમાંશુ 50 લાખ રૂપિયા જીતી જાય છે અને એક કરોડ રૂપિયાનાં સવાલ પર પહોંચે છે.





આજ અઠવાડિયામાં બીજો એક સ્પર્ધક પણ એક કરોડનાં પ્રશ્ન પર પહોંચે છે. આ વ્યક્તિ બિહારનાં જહાનાબાદનો રહેવાસી છે. વીડિયોમાં તેનાં નામનો ખુલાસો થયો નથી. જોકે તેની કહાની જરૂર દર્શાવવામાં આવી છે. તેનો પરિવાર ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તે પોતે IAS ઓફિસર બનવાં ઇચ્છે છે. હાલમાં તે ભણવાંની સાથે ખેતીનું કામકાજ સંભાળવામાં પિતાની મદદ પણ કરે છે. આ તેની લગન અને મેહનતનું જ પરિણામ છે કે તેણે આટલું જ્ઞાન અર્જિત કર્યુ છે.
તે પણ KBC પર 50 લાખ રૂપિયા જીતી જાય છે. અને એક કરોડનાં પ્રશ્ન સુધી પહોંચે છે.

વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, બીજો સ્પર્ધક એક કરોડનો સવાલનો જવાબ લોક કરાવે છે હવે તે જીતે છે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
First published: September 9, 2019, 11:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading