Home /News /entertainment /

KBCમાં જોવા મળશે મોતને પણ હંફાવી દેનાર નિવૃત મેજર ડી પી સિંહ!

KBCમાં જોવા મળશે મોતને પણ હંફાવી દેનાર નિવૃત મેજર ડી પી સિંહ!

KBCના સ્ટેજ પર જોવા મળશે મેજર ડી.પી.સિંહ

આગામી 7 ઓગસ્ટે કેબીસીના મંચ પર આઝાદી કે ગર્વનો પર્વ ઉજવાશે. આ ખાસ અવસર પર આમિર ખાન, મેરીકોમ અને મેજર ડીપી સિંહ પોતાના સંઘર્ષની ગાથા શેર કરતા જોવા મળશે.

મુંબઇ: અમિતાભ બચ્ચન (Amitabh bachchan) ટૂંક સમયમાં જ કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ની નવી સિઝન સાથે કમબેક કરવા જઈ રહ્યા છે. આ શોની 14મી સીઝન આગામી 7 ઓગસ્ટથી સોની ટીવી (Sony TV) પર પ્રસારિત થશે. કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી (KBC)ની ફેન ફોલોઇંગ ખૂબ જ જોરદાર છે અને લોકો નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આગામી 7 ઓગસ્ટે કેબીસીના મંચ પર આઝાદી કે ગર્વનો પર્વ ઉજવાશે. આ ખાસ અવસર પર આમિર ખાન, મેરીકોમ અને મેજર ડીપી સિંહ પોતાના સંઘર્ષની ગાથા શેર કરતા જોવા મળશે.

KBCના સ્ટેજ પર જોવા મળશે મેજર ડી.પી.સિંહ

1999ની 26મી જુલાઈએ કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ બહાદુરીથી પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા માટે લાચાર બનાવી દીધું હતું. કારગિલ યુદ્ધ લગભગ બે મહિના સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં આપણે કેપ્ટન વિક્રમ બત્રા, કેપ્ટન સૌરભ કાલિયા, કેપ્ટન મનોજ પાંડે જેવા અનેક બહાદૂર સૈનિકોને ગુમાવ્યા હતા. બીજી તરફ યુદ્ધના કેટલાક નાયકો આજે આપણી વચ્ચે છે અને તેમનામાં પહેલા જેવો જ જુસ્સો છે.

આ બહાદુર નાયકોમાંના મેજર (નિવૃત્ત) ડી.પી.સિંઘ પણ સામેલ છે, જેમની બહાદુરી સામે દુશ્મનો ટકી શક્યા નહોતા. કહેવાય છે કે, મેજર ડીપી સિંહ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સરહદ પર એક પોસ્ટની જવાબદારી સંભાળતા હતા. પાકિસ્તાની પોસ્ટ તેમની પોસ્ટથી લગભગ 80 મીટર દૂર હતી. આ દરમિયાન 15 જુલાઇના રોજ દુશ્મન તરફથી ફાયરિંગ શરૂ થઇ ગયું હતું. મેજર પોતાના બંકરની બહાર મોરચો સંભાળી રહ્યા હતા. તે સમયે પાકિસ્તાન તરફથી મોર્ટાર મારો થયો હતો. મેજર ડી.પી.સિંઘ પહેલા મોર્ટારમાંથી બચી ગયા હતા, પરંતુ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા બીજા મોર્ટારમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: બાપ રે બાપ! ઉર્ફીએ કર્યો એવો કાંડ કે યુઝર્સે કહેવું પડ્યું, 'કપડાં મોકલાવીએ?'

ડોક્ટરને મૃત જાહેર કર્યા...

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયેલા મેજરને તાત્કાલિક અખનૂરની આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ હુમલામાં મેજર ડીપીના શરીરની હાલત ખરાબ હતી. જીવ બચાવવા માટે તેમનો એક પગ પણ કાપવામાં આવ્યો હતો. ખૂબ પીડા સહન કરવા છતાં મેજરે હાર ન માની અને ત્રણ દિવસ પછી મેજર હોશમાં આવ્યા હતા. આ ચમત્કારથી બધાને આશ્ચર્ય થયું હતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન મેજરે જીવ બચ્યાની ઘટનાને પોતાનો પુનર્જન્મ ગણાવ્યો હતો.

21 કિલોમીટરની હાફ મેરેથોન દોડ્યા

નિવૃત્ત મેજરમાં આજે પણ પહેલા જેવો જ ઉત્સાહ છે. તેઓ કહે છે કે, મેં એક પગથી જીવંત રહેવાનો નિશ્ચય કર્યો હતો અને મેં તે કરી બતાવ્યું છે. એટલું જ નહીં એક પગની મદદથી દેશના તેઓએ 2009માં પહેલીવાર મેરેથોનમાં ભાગ લીધો હતો અને 21 કિલોમીટરની હાફ મેરેથોન દોડ પુરી કરી ઈતિહાસ પણ રચ્યો હતો.

KBCના પ્રોમોમાં ડીપી સિંહ એવું કહેતા નજરે પડે છે કે, તેમને ઇજા થઇ હતી ત્યારે તેમને દરેક જાતિ અને ધર્મના લોકોએ લોહી આપ્યું હતું. એટલા માટે તેમની નસોમાં દેશનું લોહી વહી રહ્યું છે. ડી.પી.સિંહે પોતાની સફળતાનો શ્રેય સેનાના અનુશાસન અને ટ્રેનિંગને આપ્યો છે.

કેબીસીના સ્ટેજ પર ડીપી સિંહે વધુમાં કહ્યું કે, આજે પણ મારા શરીરની અંદર 73 છરા છે. તેમની બહાદુરીની વાતો સાંભળીને અમિતાભ બચ્ચને પોતે તાળીઓના ગડગડાટથી સલામી આપી હતી.
Published by:Azhar Patangwala
First published:

Tags: Aamitabh Bachchan, KBC, Latest News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन