Home /News /entertainment /KBC 14: સ્પર્ધકે અમિતાભ બચ્ચનને પૂછ્યો જયા બચ્ચન અંગેનો સવાલ, બિગ બીએ આપ્યું આવું રીએક્શન

KBC 14: સ્પર્ધકે અમિતાભ બચ્ચનને પૂછ્યો જયા બચ્ચન અંગેનો સવાલ, બિગ બીએ આપ્યું આવું રીએક્શન

સામાન્ય લોકોને ગેમ રમવાની અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મળવાની તક મળે છે

Kaun Banega Crorepati 14 - કૌન બનેગા કરોડપતિ દરમિયાન બિગ બી સ્પર્ધકો સાથેની વાતચીતમાં પોતાની પર્સનલ લાઈફ અને મેરેજ લાઈફ અંગે અનેક વાતો જાહેર કરી ચૂક્યા છે

    Kaun Banega Crorepati 14 Update: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દ્વારા હોસ્ટ કરવામાં આવતો સોની ટીવીનો શો કૌન બનેગા કરોડપતિ 14 (Kaun Banega Crorepati 14) ખૂબ લોકપ્રિય છે. લાખો દર્શકો શોની રાહ જુએ છે. સામાન્ય લોકોને ગેમ રમવાની અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મળવાની તક મળે છે. બિગ પણ સ્પર્ધકો સાથે સારી રીતે તાલમેલ બેસાડે છે. કૌન બનેગા કરોડપતિ દરમિયાન બિગ બી સ્પર્ધકો સાથેની વાતચીતમાં પોતાની પર્સનલ લાઈફ અને મેરેજ લાઈફ અંગે અનેક વાતો જાહેર કરી ચૂક્યા છે. ત્યારે ફરી એક વાર તેમણે પત્નીને લગતા સવાલોના જવાબ આપ્યા છે.

    કૌન બનેગા કરોડપતિ 14ના લેટેસ્ટ એપિસોડમાં સૌથી ઝડપી રિસ્પોન્સ આપનાર સ્પર્ધક સુધીર શર્મા બિગ બીની સામે હોટ સીટ પર બેઠા હતા. જયપુરના રહેવાસી સુધીર શર્મા એરપોર્ટ પર કસ્ટમના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરે છે. તેઓ તેમની પત્નીને સાથી તરીકે લાવ્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે, તેમની પત્ની ઘરે અને ઓફિસમાં બંને જગ્યાએ સિનિયર છે.

    મહિલાઓના સન્માન બાબતે આવું કહ્યું અમિતાભ બચ્ચને


    ગેમની વચ્ચે અમિતાભ બચ્ચને મહિલાઓ પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું હતું. બિગ બીએ નાની ઉંમરે મોટું કામ કરતી મહિલાઓની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ફિલ્મોના શૂટિંગ વખતે સેટ પર માત્ર બે જ મહિલાઓ હાજર રહેતી હતી. બિગ બીએ જણાવ્યું હતું કે, પહેલાના દિવસોમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર માત્ર બે મહિલાઓ, અભિનેત્રી અને તેની માતા જ હાજર રહેતી હતી.

    આ પણ વાંચો - 1 કરોડ રૂપિયા જીતવા માટે પૂછાયો આ સરળ સવાલ, કન્ટેસ્ટન્ટ ન આપી શકી તેનો જવાબ

    સ્પર્ધકે જયા બચ્ચન અંગે આવો સવાલ પૂછ્યો


    અમિતાભ બચ્ચન ફિલ્મોના શૂટિંગના કિસ્સા કહી રહ્યા હતા, ત્યારે સ્પર્ધકે જયા બચ્ચન અંગે સવાલ પૂછ્યો હતો. સ્પર્ધકે પૂછ્યું કે, શું શરૂઆતના દિવસોમાં જયા બચ્ચન પણ તેમની માતા સાથે સેટ પર આવતા હતા? આના પર બિગ બીએ કહ્યું, તમને કેવી રીતે ખબર? તેઓ જાણતા હતા કે તેઓ વિશ્વસનીય હીરો સાથે કામ કરી રહ્યા છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, કન્ટેસ્ટન્ટ સુધીર શર્માએ 12 લાખ 50 હજાર રૂપિયાના સવાલનો ખોટો જવાબ આપ્યો હતો, ત્યારબાદ તેઓ 3 લાખ 20 હજાર રૂપિયાની રકમ લઈને પોતાના ઘરે ગયા હતા. સુધીરની બધી લાઈફલાઈન પૂરી થઈ ગઈ હતી. તેમણે શો છોડવાને બદલે પ્રશ્નનો જવાબ આપવાનું યોગ્ય માન્યું હતું, પરંતુ તેમનો જવાબ ખોટો નીકળ્યો હતો.
    First published:

    Tags: Aamitabh Bachchan, Kaun Banega Crorepati, Kaun Banega Crorepati 14

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો