Home /News /entertainment /KBC 14 : બચ્ચનની સામે શર્ટ ઉતારીને નાચવા લાગ્યો આ શખ્સ, વિડીયો વાયરલ
KBC 14 : બચ્ચનની સામે શર્ટ ઉતારીને નાચવા લાગ્યો આ શખ્સ, વિડીયો વાયરલ
સ્પર્ધકે સ્ટેજની વચ્ચે જ બિગ બીની સામે શર્ટ ઉતાર્યો.
Kaun Banega Crorepati 14: કૌન બનેગા કરોડપતિ દેશની જાણે એક જાહેર સ્પર્ધા બની ગઈ છે, પરંતુ KBCના ઈતિહાસમાં આ કદાચ પહેલી વાર થયું હશે કે જ્યારે કોઈ સ્પર્ધકે સ્ટેજની વચ્ચે જ ખુશીમાં ગડાડૂબ થઈને ઉજવણી કરતા પોતાનો શર્ટ જ ઉતાર્યો હોય.
કૌન બનેગા કરોડપતિ દેશની જાણે એક જાહેર સ્પર્ધા બની ગઈ છે. બુદ્ધિવાન લોકો ઘણા ઉત્સાહ સાથે આ સ્પર્ધામાં ભાગ લેતા જોવા મળ્યા છે, પરંતુ KBCના ઈતિહાસમાં આ કદાચ પહેલી વાર થયું હશે કે જ્યારે કોઈ સ્પર્ધકે સ્ટેજની વચ્ચે જ ખુશીમાં ગડાડૂબ થઈને ઉજવણી કરતા પોતાનો શર્ટ જ ઉતાર્યો હોય. હોસ્ટ અમિતાભ બચ્ચન આ જોઈને પણ ચોંકી ગયા હતા. આગામી સમયમાં લોન્ચ થનારા આ એપિસોડનો હજી પ્રોમો જ રીલિઝ થયો છે.
સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રથમ રાઉન્ડ fastest finger first roundમાં તેમણે સૌથી ઝડપી જવાબ આપીને બીગ બી સામે હોટસીટ પર દાવેદારી નોંધાવી હતી. ઉત્સાહિત થયેલ આ મહાશય તરત જ કૂદી પડ્યા અને ઝડપથી શર્ટનું બટન ખોલ્યું. આ સીન જોઈને શરૂઆતમાં તો બિગ બી પણ મૂંઝવણમાં મુકાયા કે તેઓ શું કરી રહ્યા છે. થોડી જ વારમાં આ વ્યક્તિએ પોતાનો શર્ટ ઉતાર્યો અને દર્શકો પર ફેંકતા પહેલા તેને હવામાં ગોળ ફેરવતા જોવા મળી રહ્યા છે.
પ્રેક્ષકોમાં બેઠેલા ટોળાએ આ વ્યક્તિનો ઉત્સાહ વધાર્યો અને પત્નીને ગળે મળે તે પહેલા સમગ્ર સ્ટેજ પર દોડધામ કરી. પત્નીને ભેટ્યા બાદ અંતે મહાશયે શર્ટ પરત પહેર્યો અને સામે પક્ષે બચ્ચન સાહેબ તેમને સ્તબ્ધ થઈને જોતા જ રહ્યાં.
Sony TVના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ પેજ પર કેપ્શન સાથે આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો: “વિજય ગુપ્તા જીને જીત મેં શર્ટ ઉતાર કે મચાયી ધમાલ, લેકિન ક્યા અપને જ્ઞાન સે હોટસીટ પર વો કરેંગે કમાલ?” સોશિયલ મીડિયા પર પ્રોમો શેર થતા જ વાયરલ થઈ રહ્યો છે.
જોકે આ કન્ટેસ્ટન્ટની ખુશીની રીત પર પણ સોશિયલ મીડિયામાં બબાલ થઈ છે. યુઝર્સ આ બાબતે વિભાજિત થઈ ગયા હતા અને બિગ બીના રિએક્શન પર જ સૌની નજર છે.
એક યુઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરી કે "ઇત્તા બિન્દાસ સ્પર્ધક પહેલીવાર આય્યા કેબીસી મેં." અન્ય એક એ કહ્યું, "બેસ્ટ મોમેન્ટ. દેખ કે મઝા આ ગયા. શાયદ પહેલી બાર એસા હુઆ હૈ શો મે." ઘણા લોકોને લોર્ડ્સમાં ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની આઇકોનિક ક્ષણની પણ યાદ અપાવી હતી.
જોકે KBC અને બચ્ચના સાહેબના ફેન માટે એક દુ:ખદ સમાચાર એ પણ છે કે તેઓ કોરોના પોઝીટિવ થયા છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચ મંગળવારે મોડી રાત્રે જાહેરાત કરી કે તેઓ કોવિડ પોઝીટિવ આવ્યા છે અને વિનંતી કરી કે "મારી આસપાસના અને મારી સાથે સંકળાયેલા લોકો કૃપા કરીને કોરોના ટેસ્ટ કરાવજો."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર