KBC 13: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને મંગળવારના રોજ પ્રસિદ્ધ શો કૌન બનેગા કરોડપતિ સીઝન 13ની (Kaun Banega Crorepati 13) શરૂઆત રોલ-ઓવર કન્ટેસ્ટન્ટ ડૉ. નેહા બાથલા સાથે કરી હતી. નેહા ઉત્તરાખંડની સરકારી હોસ્પિટલમાં પશુઓની ડોક્ટર છે. નેહાને તેના સસરાએ આ શોમાં સાથ આપ્યો હતો. આ ગેમ દરમિયાન ડૉ. નેહાએ 12.5 લાખ રૂપિયા જીત્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નેહા બાથલાની ગેમની શરૂઆત 3,000 રૂપિયાના પ્રશ્નથી થઈ હતી, આ પ્રશ્ન રામાયણ સંબંધિત હતો. તો નેહાએ 10,000 રૂપિયાના સવાલ માટે પોતાની પહેલી લાઈફલાઈનનો ઉપયોગ કર્યો. આ પ્રશ્નનો જવાબ નેહાએ ઓડિયન્સ પોલની મદદથી આપ્યો હતો. ત્યારબાદ નેહાએ 20,000 રૂપિયાના સવાલ માટે પોતાની બીજી લાઈફલાઈન 50:50નો ઉપયોગ કર્યો હતો અને જવાબ આપવામાં સફળ નીવડ્યા હતા.
નેહાએ જીત્યા રૂ. 12.5 લાખ
નેહાએ 3,20,000 રૂપિયા જીત્યા બાદ તેણે તેના સસરાને ચેક સોંપવાની વિનંતી કરી હતી. તેણીએ બિગ બીને હોટ સીટ પર પોતાના સસરાને બેસાડવા માટે પણ કહ્યું હતું. ડૉ. નેહાએ ગેમ દરમિયાન 11માં પ્રશ્ન માટે ત્રીજી લાઈફલાઈન 'ફિલપ ધ ક્વેશ્ચન'નો ઉપયોગ કર્યો હતો.
નેહાએ પોતાની છેલ્લી લાઈફલાઈનનો ઉપયોગ 12મા પ્રશ્નનો જવાબ આપવા માટે કર્યો હતો. જેમાં તેણીએ આસ્ક ધ એક્સપર્ટ લાઇફલાઇનનો ઉપયોગ કર્યો હતો, આ દરમિયાન પત્રકાર અંજના ઓમ કશ્યપે સાચો જવાબ આપવામાં તેની મદદ કરી હતી.
નેહા ન આપી શકી આ પ્રશ્નનો જવાબ
મહત્વનું છે કે, નેહા બાથલા ગેમ દરમિયાન રૂ. 25 લાખ માટેના 13મા સવાલનો જવાબ નહોતા આપી શક્યા, જેના કારણે તેણીએ રૂ. 12.5 લાખ જીતીને ગેમ ક્વિટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કૌન બનેગા કરોડપતિની 13મી સીઝનમાં કેટલાક બદલાવ થયા છે. જે અંતર્ગત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને સ્ટુડિયોમાં દર્શકોને પણ બોલાવાયા છે, જેને લઈને અમિતાભ બચ્ચનના ઉત્સાહમાં પણ વધારો થયો છે.
શો ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?
અમિતાભ બચ્ચનનો આ શો ઓનલાઈન જોવા તમારે સોની લિવ એપ (Sonyliv) ડાઉનલોડ કરવી પડશે. જેમાં પ્રીમિયમ મેમ્બરશીપ લેવાથી તમે આ શોના પ્રીમિયર સમયે જોઈ શકશો. તમે એપ પર સબ્સ્ક્રાઇબ નહીં કરો તો શો જોવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. આ સિવાય તમે JioTV પર પણ આ શો જોઈ શકો છો.
સિઝનની હાઇલાઇટ્સ
આ સિઝનમાં ફાસ્ટેસ્ટ ફિંગરને ફર્સ્ટ ટ્રિપલ ટેસ્ટમાં બદલવામાં આવી છે. સ્પર્ધકોએ ત્રણ સાચા જવાબો આપવાના રહેશે. આ સિવાય ટાઈમરનું નામ બદલીને ધુક-ધુકી જી કરવામાં આવ્યું છે. સપ્તાહના અંતે શાનદાર શુક્રવારમાં નામાંકિત હસ્તીઓ આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર