Home /News /entertainment /KBC 13: જેઠાલાલે બબીતાજી માટે વ્યક્ત કર્યો પ્રેમ, અમિતાભ બચ્ચને અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું, ફની Video

KBC 13: જેઠાલાલે બબીતાજી માટે વ્યક્ત કર્યો પ્રેમ, અમિતાભ બચ્ચને અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું, ફની Video

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ કેબીસીમાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની ટીમ આ શુક્રવારે KBC 13 ના સેટ પર જોવા મળશે. તેના ઘણા પ્રોમો નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કર્યા છે. જેમાં જેઠાલાલ (Jethalal), ચંપકલાલ (Champaklal) અને પોપટલાલ (Popatlal)ના ઘણા ફની વીડિયો પણ વાયરલ થઈ રહ્યા

વધુ જુઓ ...
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની ટીમ આ શુક્રવારે KBC 13 ના સેટ પર જોવા મળશે. તેના ઘણા પ્રોમો નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કર્યા છે. જેમાં જેઠાલાલ (Jethalal), ચંપકલાલ (Champaklal) અને પોપટલાલ (Popatlal)ના ઘણા ફની વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેઠાલાલની મસ્તીનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ગેમ રમતા જેઠાલાલ સપનામાં ખોવાઈ જાય છે અને બબીતાજી સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. બિગ બી તેમને હોશમાં આવવા કહે છે.

KBC 13નો આ પ્રોમો જેઠાલાલ અને બબીતા ​​જીથી શરૂ થાય છે. જેઠાલાલ 'કભી કભી મેરે દિલ મેં' ની કવિતા દ્વારા બબીતાજી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. બબીતા ​​જી તેમની કવિતા સાંભળીને ખુશ થાય છે અને સ્મિત કરે છે. પછીથી તે શરમાવા લાગે છે. પછી આગળનો સીન આવે છે. આમાં અમિતાભ બચ્ચનનો અવાજ આવે છે અને જેઠાલાલ આંખો બંધ કરીને માથું નીચું કરીને બેશી ગણગણાટ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનના કહેવાથી જેઠાલાલ આંખો ખોલે છે અને આશ્ચર્યથી જુએ છે. બિગ બી (Big B) જેઠાલાલને કહે છે, "ભાઈસાબ, ભાઈસાબ.. પાછા આવો." આ સાંભળીને દર્શકો હસવા લાગે છે. અને દર્શકોની વચ્ચે બેઠેલી બબીતાજી પણ હસવા લાગે છે. ત્યારે બિગ બી કહે છે, "ભાઈસાબ તમે ક્યાં ગયા હતા, શું તમારી ગર્લફ્રેન્ડને શોધવા ગયા હતા... સારું સોરી સોરી." જેઠાલાલની બાજુમાં બેઠેલા બાબુજી અમિતાભની વાત પર પ્રતિક્રિયા આપે છે, તો જેઠાલાલ પણ ગભરાઈ જાય છે.




પોપટલાલે લગ્ન કરવા 'બિગ બી' સામે હાથ જોડ્યા

આ પહેલા આવેલા પ્રોમોમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં એન્ટ્રી કરતા બતાવવામાં આવ્યા છે. સાથે પોપટલાલ અમિતાભ બચ્ચન સામે હાથ જોડીને તેમના લગ્ન કરાવવા વિનંતી કરે છે. પોપટલાલની આ વાત સાંભળીને અમિતાભ દંગ રહી જાય છે. આ પછી, પત્રકાર પોપટલાલ અમિતાભને કહે છે, 'હું લોટ બાંધી શકુ છું... ફર્સ્ટ ક્લાસ અને લોકડાઉનમાં ઝાડુ-પોછા'. પોપટલાલની આ વાતો સાંભળીને બધા હસવા લાગે છે. તો, અમિતાભ બચ્ચન તેમનાથી ખૂબ જ પ્રભાવિત છે અને તેઓ કહે છે- 'એ શાબાશ...' ઉલ્લેખનીય છે કે, સિરિયલમાં પોપટલાલ હંમેશા તેમના લગ્નને લઈને ચિંતિત રહે છે.

આ પણ વાંચોBollywood Interesting Story: આ 7 અભિનેત્રીઓ, જેણે સલમાન ખાન સાથે કામ નહીં કરવાની કસમ ખાધી!

જેઠાલાલે સીટીંગ પ્લાન જણાવ્યો

આ પહેલા અમિતાભ બચ્ચન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમને જોઈને કહે છે, "સીટ તો માત્ર બે છે, પણ તમે 21 લોકો છો." તો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી બધાનો સીટીંગ પ્લાન બતાવતા કહે છે, શું કરશું, 2 લોકો અહીં બેસશે અને બાકીના લોકો નીચે પંગત લગાવી દેશે. જેઠાલાલની વાત સાંભળીને અમિતાભ બચ્ચન કહે છે, 'હે ભગવાન'! આના પર પણ બધા જોરશોરથી હસવા લાગે છે.
First published:

Tags: Aamitabh Bachchan, Babitaji, Dilip Joshi, Jethalal, KBC 13, Munmun Dutta