Home /News /entertainment /KBC 13: હિમાની બુંદેલા બની આ વર્ષની પહેલી કરોડપતિ, સામે છે 7 કરોડ રૂપિયાનો સવાલ
KBC 13: હિમાની બુંદેલા બની આ વર્ષની પહેલી કરોડપતિ, સામે છે 7 કરોડ રૂપિયાનો સવાલ
KBC 13ની પહેલી કરોડપતિ બની હિમાની બુંદેલા
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નાં સૌથી પોપ્યુલર ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ 13' (Kaun Banega Crorepati 13) ને આ વર્ષની પહેલી કરોડપતિ સ્પર્ધક મળી ગઇ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નાં સૌથી પોપ્યુલર ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ 13' (Kaun Banega Crorepati 13) ને આ વર્ષની પહેલી કરોડપતિ સ્પર્ધક મળી ગઇ છે. જી હાં, હિમાની બુંદેલા (Himani Bundela) આ વર્ષની પહેલી કરોડપતિ બની ગઇ છે. હવે તેની સામે 7 કરોડનો સવાલ છે આપને જણાવી દઇએ કે, તે નેત્રહિન છે અને શોમાં એક કરોડ જીતી સીઝનની પહેલી કરોડપતિ બની ગઇ છે.
સોની ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલાં શોનાં નવાં પ્રોમોમાં હિમાની અંતિમ પ્રશ્ન સુધી પહોંચી ચુકી છે અને હવે તે 7 કરોડ રૂપિયા જીતવાં માટે જોખમ ઉઠાવશે કે નહીં તે તો આવનારા શોનાં એપિસોડમાં જ માલૂમ થશે. શોનો આ પ્રોમોની શરૂઆત હિમાનીનાં ડાઇલોગથી થાય છે જેમાં તે કહે છે કે, 'આજે જીવનનું દરેક સપનું સાકાર થઇ ગયું. આજે મને સદીનાં મહાનાયકનાં દીદાર થઇ ગયા..'
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. અને હિમાનીને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. વીડિયોમાં અમિતાભ બચ્ચન કહે છે કે, 'KBCનાં ઇતિહાસમાં એવાં ઘણી વખત અવસર આવ્યાં છે જ્યારે અમારા ખેલાડીઓએ આ ખેલને આ મંચનાં અસ્તિત્વને સાર્થક કરી દીધા, હિમાની બુંદેલાનાં રૂપમાં.'
આપને જણાવી દઇએ કે, એક જિંદાદિલ યુવતી છે અને ઘણી બિન્દાસ છે. તે કહે છે કે, 'KBCમાં આવવાનું મારું સૌથી મોટું ટારગેટ છે, જે દિવ્યાંગ બાળકોમાં અવેરનેસ પ્રોગ્રામ તેમની શાળામાં ચલાવેલ છે. હું ઇચ્છુ છુ કે, આવો જ પ્રોગ્રામ દર એક કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં ચલાવવામાં આવે.'
અમિતાભ બચ્ચનનો શો શરૂ થયે હજુ થોડો જ સમય થયો છે અને શોને તેનો પહેલી કરોડપતિ મળી ગઇ. આ વખતની સિઝન દર્શકો માટે વધુ રસપ્રદ છે કારણકે આ વખતે શોનાં ફોરમેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર