KBC11: આ સ્પર્ધકે એવી રમત રમી કે બની ગયા સિઝનના ચોથા કરોડપતિ

News18 Gujarati
Updated: November 13, 2019, 12:00 PM IST
KBC11: આ સ્પર્ધકે એવી રમત રમી કે બની ગયા સિઝનના ચોથા કરોડપતિ
અજિત કુમાર 'કેબીસી 11' ની સિઝનના ચોથા કરોડપતિ મળ્યા છે.

અજિત કુમાર 'કેબીસી 11' ની સિઝનના ચોથા કરોડપતિ મળ્યા છે.

  • Share this:
'કેબીસી 11' ની સિઝનના ચોથા કરોડપતિ મળ્યા છે. સોમવારના એપિસોડમાં બિહાર સ્થિત અજિત કુમાર હૉટ સીટ પર બેસવામાં સફળ થયા. અમિતાભ બચ્ચને બીજા દિવસે એટલે કે મંગળવારે હૂટર વાગવાથી અજીતકુમાર સાથે રમત આગળ ધપાવી. તેણે 15 પ્રશ્નોના સાચા જવાબ આપીને એક કરોડ જીત્યાં. આવી સ્થિતિમાં જાણો અજિતકુમાર કોણ છે.

અજિત કુમાર મૂળ બિહારના ગયા જિલ્લાનો છે જોકે તેમનું બાળપણ ઝારખંડના ધનબાદમાં વિતાવ્યું હતું. અજિતના પિતા ધનબાદમાં બીએસએનએલમાં નોકરી કરતા હતા. અજિત ચાર ભાઈઓમાં ત્રીજા નંબર પર છે. તે શાળાના દિવસોથી જ તીવ્ર વિદ્યાર્થી હતો. તેમણે ધનબાદની સેન્ટ્રલ સ્કૂલમાંથી 12 મા અભ્યાસ કર્યો હતો અને પી.કે. રાય મેમોરિયલમાં કોલેજની ડિગ્રી મેળવી હતી.

આ પણ વાંચો: બોલિવૂડમાં કેવી રીતે શૂટ થાય છે કિસિંગ સીન, પહેલીવાર હકીકત આવી સામે



અજિતકુમારના શરૂઆતના દિવસો સંઘર્ષથી ભરેલા હતા. જ્યારે તે 13 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે અજિતકુમારે મોટા ભાઈઓની મદદથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ભણતરની સાથે તેઓ પોતે પણ બાળકોને ભણાવતા. અજિત પણ રેલેવે અધિકારી રહી ચૂક્યો છે.

અજિતકુમારને એક કરોડ માટે સવાલ પૂછવામાં આવ્યો હતો - કોઇ બ્રિટીશ રોકેટ દ્વારા સફળતાપૂર્વક લૉન્ચ કરાયેલો પહેલો બ્રિટીશ ઉપગ્રહ કયો હતો?જવાબ: પ્રૉસ્પેરો.

આ પ્રશ્નનો જવાબ આપવા માટે અજિતે 50-50 લાઇફલાઇનની મદદ લીધી.

અજિતને સાત કરોડનો સવાલ પૂછવામાં આવ્યો હતો - એક જ દિવસમાં ટી-20 આતંરરાષ્ટ્રીય મેચમાં બે અડધી સદી ફટકારનાર બેટ્સમેન કોણ છે?
જવાબ: મોહમ્મદ શહજાદ

અજિતને આ સવાલનો જવાબ ખબર ન હતી અને તેણે ત્યાં રમત છોડી દીધી.
First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर