KBC 11: અમિતાભ બચ્ચને પૂછ્યો દિલ્હીનાં પ્રદૂષણનો ઉપાય તો કન્ટેસ્ટન્ટે આપ્યો આવો જવાબ

કેબીસી

મંગળવારનાં એપિસોડમાં કેબીસી 11નાં હોસ્ટ અમિતાભ બચ્ચનની સામે હૉટ સીટ પર દિલ્હીનાં કન્ટેસટન્ટ જિતેન્દ્ર સિંહ બેઠા હતાં.

 • Share this:
  મુંબઇ: ટીવીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati 11) ઘણો જ ચર્ચામાં છે. હાલમાં જ કેબીસીને (KBC 11) પોતાનો ચોથો કરોડપતિ મળ્યો. ત્યારે મંગળવારનાં એપિસોડમાં કેબીસી 11નાં હોસ્ટ અમિતાભ બચ્ચનની સામે હૉટ સીટ પર દિલ્હીનાં કન્ટેસટન્ટ જિતેન્દ્ર સિંહ બેઠા હતાં. જિતેન્દ્ર સિંહ CA કરી રહ્યાં છે. તેઓ આ એપિસોડમાં 3 લાખ 20 હજાર જીત્યાં હતાં. આની સાથે જ જિતેન્દ્ર સિંહે અમિતાભ બચ્ચનની સાથે ઘણી વાતો શેર કરી છે. બિગ બીએ કન્ટેસ્ટન્ટ સાથે દિલ્હીનાં પોલ્યૂશન અંગે વાતા કરી હતી. જે અંગે જિતેન્દ્રએ કહ્યું કે, અમારે ત્યાં સરકારી યોજના આવે ન આવે પરંતુ પોલ્યૂશન તો આવે જ છે.

  જ્યારે બિગ બીએ જિતેન્દ્રને તેની ગર્લફ્રેન્ડ અંગે પૂછ્યું તો કહ્યું કે, આ તો ટાઇમ વેસ્ટ છે. કંટેસ્ટન્ટ જિતેન્દ્રએ કહ્યું કે, આવતા બે વર્ષમાં તેઓ લગ્ન કરશે. પરંતુ જિતેન્દ્ર હસતાં હસતાં તે પણ કહે છે કે આ દરમિયાન દિલ્હીનાં પ્રદૂષણમાં હું 'બાલા' ન થઇ જઉં. જેનાથી મારા લગ્નમાં મુશ્કેલી ન થઇ જાય. જે અંગે અમિતાભ બચ્ચન પોતાના કેમેરા મેન તરફ જુવે છે અને કહે છે કે, જો આના પણ વાળ નથી. પરંતુ આમનો પરિવાર છે. એટલે લગ્ન માટે વાળની જરૂર નથી.

  મહત્વનું છે કે, હાલમાં જ દિલ્હીનાં એર પોલ્યૂશન પર હોલીવૂડ ફિલ્મ ટાઇટેનિકનાં એક્ટર લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ પણ ઘણી ચિંતા દર્શાવી છે.


  Published by:Kaushal Pancholi
  First published: