KBC 10: જીતેલી રકમને બિસ્તર પર પાથરીને સુવા ઇચ્છે છે આ સ્પર્ધક

News18 Gujarati
Updated: September 20, 2018, 11:40 AM IST
KBC 10: જીતેલી રકમને બિસ્તર પર પાથરીને સુવા ઇચ્છે છે આ સ્પર્ધક
શોમા ચૌધરી, KBC સ્પર્ધક

અમિતાભનાં વખાણ કરતા શોમાએ કહ્યું, 'અબ જો બસમે નહીં, વો ખ્વાબ હૈ, મેરે સામને જો હકીકત હૈ, વો લાજવાબ હૈ'

  • Share this:
કૌન બનેગા કરોડપતિની સીઝન-10નો 13મો એપિસોડ સુપર હિટ રહ્યો. હોટસીટ પર હતી કોલકાતાની શોમા ચૌધરી. 12માં એપિસોડમાં પણ તે જ હોટસીટ પર હતી. અને આવતાની સાથે જ તેનાં ખુશમીજાજી સ્વભાવને કારણે તેણે મહેફિલ જમાવી હતી. તેની વાતો સાંભળીને ઘણી વખત હોસ્ટ અમિતાભ બચ્ચન પણ શરમાતા નજર આવ્યા. આજે એખ એપિસોડની શરૂઆતમાં તેમણે શેર-ઓ-શાયરીથી કરી.

બિગ બીનાં વખાણ કરતાં શોમાએ કહ્યું, 'અબ જો બસમે નહીં, વો ખ્વાબ હૈ, મેરે સામને જો હકીકત હૈ, વો લાજવાબ હૈ' વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, અમિતાભ બચ્ચન અને ધરમેન્દ્ર ઘણી વખત તેનાં સપનામાં આવે છે. તેમનાં વિશે જે વીડિયો બતાવવામાં આવ્યો હતો તે પણ ઘણો મજેદાર હતો.

આ પણ વાંચો - KBCનાં ઇતિહાસમાં સૌથી મજાકિયા શો, સૌ કોઇ હસી હસીને થયા લોટપોટ

આ છે 'કૌન બનેગા કરોડપતિ'નું સત્ય, નથી મળતી જીતની સંપૂર્ણ રકમ

વીડિયોમા શોમા કહે છે કે, KBCમાં આવવાનો તેને ખુબજ ઉત્સાહ હતો. અને અમિતાભ બચ્ચનને મળવાનો તેમજ તેમની સાથે  વાત કરવાનો તેને ખુબજ ઉત્સાહ છે. KBCમાં જે પણ રકમ તે જીતશે તે જીત બાદ મળેલી રકમને તેનાં બિસ્તર પર બીછાવીને સુઇ જશે.

તેણે કહ્યું કે, તે ફિલ્મ 'જુદાઇ'માં શ્રીદેવીની જેમ નોટોની ખુશબૂ લેશે. નોટને હવા કરશે અને બિસ્તર પર બીછાવીને સુઇ જશે. કેબીસીની ટીમ તરફથી દરેક કંટેસ્ટંટને પુછવામાં આવે છે કે તે સાત કરોડ રૂપિયા જીતશે તો તે તેનું શું કરશે. આ સવાલનાં જવાબમાં શોમાએ આ મજેદાર ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે શોમા ફક્ત 3,20,000 રૂપિયા જ જીતી શકે છે.ધરમેન્દ્ર સાથે પણ શોમાએ કરી વાત- અમિતાભ બચ્ચને KBCનાં સેટ પર શોમાની ધરમેન્દ્ર સાથે પણ ફોન પર વાત કરાવી હતી. આ વાતચીતમાં શોમાએ ધરમજીને કહ્યું કે, આપ લાગતા નથી 82 વર્ષના.. આપની ઉંમરનાં લોકો તો પથારી વસ થઇ જાય છે. તેમની આ વાતો સાંભળીને ધરમેન્દ્ર અને અમિતાભજી હસીં હસીંને લોટ-પોટ થઇ રહ્યાં હતાં.
First published: September 20, 2018, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading