Home /News /entertainment /

Big Bનું રેપ સોન્ગ સાંભળો અને કરાવો KBCનું રજિસ્ટ્રેશન

Big Bનું રેપ સોન્ગ સાંભળો અને કરાવો KBCનું રજિસ્ટ્રેશન

સોની પાસે '10 કા દમ' પણ છે અને તેની સાથે જ સલમાન અને અમિતાભ બચ્ચન એક સાથે ટીવી પર જોવા મળશે

સોની પાસે '10 કા દમ' પણ છે અને તેની સાથે જ સલમાન અને અમિતાભ બચ્ચન એક સાથે ટીવી પર જોવા મળશે

    મુંબઇ: જો તમે KBCનાં ફેન છો તો તમારા માટે ગૂડ ન્યુઝ છે. કૌન બનેગા કરોડપતિની દસમી સિઝન શરૂ થવા જઇ રહી છે. બિગ બીએ શોનો પહેલો પ્રોમો શૂટ કરી લીધો છે અને તે રિલીઝ પણ થઇ ગયો છે. પ્રોમોમાં બિગ બી ડબલ રોલમાં નજર આવે છે અને સાથે જ તે ઉખાણા પુછી રહ્યાં છે.

    6 જૂનથી અમિતાભ બચ્ચન આપને સવાલ પુછશે અને આફ તેમનાં સવાલોનાં જવાબ આપશો. આ દરમિયાન KBC સીઝન 10નાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થવા જઇ રહી છે. 75 વર્ષનાં બિગ બી ફરી એકવખત આ ગેમ શોને હોસ્ટ કરશે. અને તે આપણને સૌને કરોડપતિ બનાવશે.

    આ વખતે શોથી ઘણી આશા છે કારણ કે KBCની સિઝન 9 ટીઆરપીનાં મામલે ખુબજ સુપરહિટ રહ્યું હતું. આમ પણ કપિલ શર્માનો શો કલર્સ પર જતો રહ્યો છે તેથી હવે સોની પાસે સૌથી હિટ રિઆલિટી શો KBC છે જે તેને ટીઆરપીની રેસમાં દોડાવી શકે છે.

    આમ તો સોની પાસે '10 કા દમ' પણ છે અને તેની સાથે જ સલમાન અને અમિતાભ બચ્ચન એક સાથે ટીવી પર જોવા મળશે. જે પોતાનામાં જ એક ખાસ વાત છે આપને જણાવી દઇએ કે કૌન બનેગા કરોડપતીનું રજીસ્ટ્રેશન 6 જૂનથી શરૂ થવા જઇ રહ્યું છે અને શો જુલાઇ-ઓગષ્ટ મહિનામાં શરૂ થશે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Amitabh Bacchan, KBC 10

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन