Kavita Krishnamurti Birthday : સુમધુર અવાજમાં ગાવામાં આવેલું ગીત સૌકોઈને પસંદ આવે છે. બોલીવુડ (Bollywood)ની સિંગર (Singer)ની વાત કરવામાં આવે તો સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar)ની સાથે 9 વર્ષની ઉંમરે ગીત ગાનાર કવિતા કૃષ્ણમૂર્તિ (Kavita Krishnamurti)નો અવાજ (Voice) પણ કર્ણપ્રિય છે. તેથી, જ કવિતા કૃષ્ણમૂર્તિ આજે બોલીવુડની શ્રેષ્ઠ ગાયિકામાં એક ગણાય છે. કવિતા કૃષ્ણમૂર્તિનો જન્મ 25 જાન્યુઆરી, 1958માં નવી દિલ્હી (New Delhi)માં થયો હતો. કવિતા કૃષ્ણમૂર્તિના 64માં જન્મદિવસ (Birthday) પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...
સુમધુર ગાયિકી સાથે કવિતા કૃષ્ણમૂર્તિ શ્રોતાઓના દિલો પર રાજ કરે છે. કવિતા કૃષ્ણમૂર્તિ 90ના દાયકાની પ્રખ્યાત ગાયિકાઓમાંની એક છે. કવિતા કૃષ્ણમૂર્તિ દ્વારા ગાયેલા ગીતો આજે પણ એટલા પ્રખ્યાત છે કે તે તમને નૃત્ય કરવા મજબૂર કરી દેશે.
કવિતા કૃષ્ણમૂર્તિનો જન્મ દિલ્હીમાં રહેતા ઐયર પરિવારમાં થયો હતો. કવિતાના પિતા શિક્ષણ વિભાગમાં અધિકારી હતા. કવિતાને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ ઘરેથી મેળવ્યું હતું. 8 વર્ષની ઉંમરે કવિતાએ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેનું જીવન તદ્દન બદલાઈ ગયું. જેમાં કવિતાએ માત્ર ગાયિકીના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું અને માત્ર ને માત્ર ગાયક બનવાના સપના જોવા લાગી.
લતા મંગેશકર અને મન્ના ડેના ગીતો સાંભળીને બાળપણ પસાર કરનારી કવિતાએ માત્ર 9 વર્ષની ઉંમરે લતા મંગેશકર સાથે ગાવાનો મોકો મળ્યો હતી. કવિતાએ લતા મંગેશકર સાથે જે ગીત ગયું બંગાળી ભાષામાં ગાયું હતું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરવાની સાથે જ કવિતાએ ગાયકીના ક્ષેત્રમાં કામ શોધવાનું પણ શરૂ કર્યું.
કવિતા કૃષ્ણમૂર્તિ પોતાના કોલેજ અભ્યાસના સમયમાં હેમંત કુમારની પુત્રી રાનુ મુખર્જીને મળી હતી. આ ઓળખ તેને ફિલ્મના ગીતો સુધી લઈ ગઈ અને તેને ફિલ્મોમાં ગાવાની તક મળવા લાગી. વર્ષ 1971ની વાત કરીએ તો હેમંત કુમારે કવિતાને બોલાવી રવીન્દ્ર સંગીતની ચાર પંક્તિઓ શીખવી હતી. આ પછી હેમંત કુમારે કવિતાને લતા મંગેશકર માટે રાહ જોવાનું કહ્યું. લતા મંગેશકર આવ્યા બાદ કવિતાએ તેની સાથે ગીત ગાયું.
વર્ષ 1980માં રિલીઝ થયેલી ફિલ્મ 'માંંગ ભરો સજના'નાનું ગીત 'કાહે કો બ્યાહી' કવિતા કૃષ્ણમૂર્તિએ ગયું હતું. પરંતુ અમુક કારણોને લીધે આ ગીત ફિલ્મમાં લેવામાં આવ્યું ન હતું. જે બાદ કવિતાને વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ 'પ્યાર ઝૂકતા નહીં'માં ગીત ગાયું. જે બાદ કવિતાને ગાયિકા તરીકે બોલિવૂડમાં ઓળખ મળી હતી. આ પછી તેણે એક પછી એક હિટ ગીતો ગાયા. કવિતા કૃષ્ણમૂર્તિને ચાર વખત શ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ કવિતાને 1942 અ લવ સ્ટોરી, યારાના, ખામોશી, દેવદાસ માટે આપવામાં આવ્યો હતો. 2005માં કવિતા કૃષ્ણમૂર્તિને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.
કવિતા કૃષ્ણમૂર્તિએ વર્ષ 1999માં વાયોલિનવાદક એલ સુબ્રમણ્યમ સાથે લગ્ન કર્યા હતા. કવિતા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની બીજી પત્ની બની. કારણ કે, સુબ્રમણ્યમ પહેલેથી જ પરિણીત હતા જોકે તેમની પત્નીનું અવસાન થયું હતું. જે બાદ સુબ્રમણ્યમને કવિતા પસંદ આવી ગઈ હતી. જ્યારે સુબ્રમણ્યમે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે કવિતાએ તરત જ હા પાડી દીધી. સુબ્રમણ્યમને તેમના પહેલા લગ્નથી 4 બાળકો છે. જોકે, કવિતાને કોઈ સંતાન નથી. હાલમાં કવિતાના સંગીતના શો દેશ - વિદેશમાં યોજાય છે. જોકે, હવે કવિતા ભાગ્યે જ ફિલ્મોમાં ગાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર