શું તમને ખબર છે અમિતાભ તેમની પત્નીનો નંબર ક્યા નામથી સેવ કરે છે?

બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન સ્પર્ધક સાથે ખૂબ મસ્તી કરે છે.

Kaun Banega Crorepati 11: કૌન બનેગા કરોડપતિના સ્ટેજ પર અમિતાભ એક સ્પર્ધક સાથે ખૂબ મસ્તી કરે છે

 • Share this:
  Kaun Banega Crorepati 11:  કૌન બનેગા કરોડપતિ 11ના સ્ટેજ પર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન સ્પર્ધકને સાથે ખૂબ મજાક-મસ્તી કરે છે. અનેક વખત બિગ બી પોતાના વિશે પણ કંઈક કહે છે, તો તે ક્યારેક સ્પર્ધકને તેના જીવન વિશે પૂછે છે. આ ક્રમ દરેક એપિસોડમાં જોવા મળે છે. સોમવારના એપિસોડમાં કંઈક આવું જ બન્યું હતું જ્યારે અમિતાભે એક સ્પર્ધકને કહ્યું હતું કે તેના ફોનમાં પત્ની જયા બચ્ચનું નામ શું નામથી સેવ છે.

  સોમવારે અમિતાભે હોટ સીટ પર બેઠેલા સ્પર્ધક સુમિત તડિયાલને પૂછ્યું, શું તમે લગ્ન કર્યાં છે? સુમિતે કહ્યું કે તેના લવ મેરેજ થયા છે, પરંતુ બતાવવામાં આવ્યું કે તે એક એરેન્જડ મેરેજ છે. ત્યારબાદ અમિતાભે પૂછ્યું, શું તમારા બન્ને વચ્ચે ઝઘડો થયો છે? આ તરફ સ્પર્ધકે જવાબ આપ્યો, 'સર હંમેશા ઝઘડો થાય છે, ... હવે વાસણો છે તો વાગશે જ. ત્યારબાદ અમિતાભે સુમિતની પત્નીને પૂછ્યું, 'તમે તેમને ઘરે શું કહીને બોલાવો છો'? આ સમયે, તે જણાવે છે કે તે સુમિત નામથી બોલાવે છે.

  આ પણ વાંચો: ધનતેરસ પર માત્ર સોનામાં જ નહીં અહીં પણ કરો રોકાણ  ત્યારબાદ સુમિત એક રમુજી વાત કહે છે કે તેના ફોનમાં તેની પત્નીનું નામ 'સુનતી હો' નામથી સેવ કર્યુ છે. અમિતાભ પણ સ્પર્ધકોની રમૂજી વાતો સાંભળીને પોતાનો કિસ્સો શેર કરે છે.  મે મારા ફોનમાં મારી પત્નીનું નામ 'જેબી' એટલે કે જયા બચ્ચનનું ટૂંકું નામ લખ્યુ છે. પરંતુ આજે રાત્રે તેને બદલીશ અને હું પણ સુનતી હો નામથી સેવ કરીશ. અમિતાભની વાત સાંભળીને તમામ હસી પડ્યા.
  Published by:Bhoomi Koyani
  First published: