Home /News /entertainment /KBC 14: શોને મળ્યો બીજો કરોડપતિ! શું દિલ્હીનો શાશ્વત ગોયલ 7.5 કરોડ જીતી શકશે

KBC 14: શોને મળ્યો બીજો કરોડપતિ! શું દિલ્હીનો શાશ્વત ગોયલ 7.5 કરોડ જીતી શકશે

શું દિલ્હીનો શાશ્વત ગોયલ 7.5 કરોડ જીતી શકશે

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh bachchan)નો પોપ્યુલર શો છે ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati 14). હવે આ શોની 14મી સિઝન પણ લોકોને ઘણી પસંદ આવી રહી છે. KBCને પોતાનો બીજો કરોડપતિ મળી ગયો છે.

    સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh bachchan)નો પોપ્યુલર શો છે ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati 14). હવે આ શોની 14મી સિઝન પણ લોકોને ઘણી પસંદ આવી રહી છે. KBCને પોતાનો બીજો કરોડપતિ મળી ગયો છે. સોની ટીવી ચેનલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લેટેસ્ટ પ્રોમો જારી કરવામાં આવ્યો છે જેમાં શોને બીજો કરોડપતિ મળી ગયો હોવાની જાહેરાત કરવામાં આવી છે. કેબીસી કન્ટેસ્ટન્ટ શાશ્વત ગોયલ 1 કરોડની ધનરાશિ જીતીને 7.5 કરોડના સવાલ પર પહોંચી ગયા છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન તેમને 7.5 કરોડ રૂપિયા માટે છેલ્લો સવાલ પૂછતા જોવા મળી રહ્યા છે. આ એપિસોડ 10 ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થશે.

    પ્રોમો રિલીઝ થયો


    કેબીસી સિઝન 14ને તેનો પહેલો કરોડપતિ વિનર મળી ગયો છે. આ પહેલા મહારાષ્ટ્રની કોલ્હાપુરની કવિતા ચાવલાએ કરોડપતિનો આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સિઝનની તે પહેલી મહિલા હતી, જેને એક કરોડની રકમ જીતીને પોતાના નામે કરી લીધી હતી. હવે શાશ્વત ગોયલ આ મુકામ સુધી પહોંચ્યો છે. શાશ્વત ગોયલ દિલ્હીનો રહેવાસી છે અને તે એક ઈ-કોમર્સ કંપનીમાં સ્ટ્રેટજી મેનેજર છે. કેબીસીના આ લેટેસ્ટ પ્રોમોમાં અમિતાભ બચ્ચન શાશ્વત ગોયલને 7.5 કરોડ માટે સવાલ પૂછી રહ્યા છે.






    આ પણ વાંચોઃKaun Banega Crorepati 14: કોલ્હાપુરની હાઉસવાઈફ બની પહેલી કરોડપતિ, શું 7.5 કરોડ રૂપિયા જીતી શકશે?

    જીતી શકશે 7.5 કરોડ?




    શાશ્વત છેલ્લા સવાલનો જવાબ સાચો આપે છે કે નહીં તે તો શો જોયા બાદ જ ખબર પડશે. જો શાશ્વત સાડા સાત કરોડનો જવાબ નહીં આપી શકે તો તે 75 લાખ રૂપિયા જીતશે. જો શાશ્વત સાચો જવાબ આપશે તો 'કેબીસી'ના ઈતિહાસમાં આ પહેલી વાર બનશે કે કોઈ સ્પર્ધક 7.5 કરોડ રૂપિયા જીતશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aamitabh Bachchan, Kaun Banega Crorepati 14, Tv news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन