Home /News /entertainment /

Kaun Banega Crorepati 13: ક્યાં, કઈ રીતે જોઈ શકાશે KBC? 13મી સિઝનમાં આ વાત છે ખાસ

Kaun Banega Crorepati 13: ક્યાં, કઈ રીતે જોઈ શકાશે KBC? 13મી સિઝનમાં આ વાત છે ખાસ

ફાઇલ તસવીર

Kaun Banega Crorepati 13: આજે (23 ઓગસ્ટ)થી આ શો રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે.

કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati Season 13) ટીવી પર સૌથી લોકપ્રિય શો છે. દરેક સિઝનમાં શો સફળતાના નવા રેકોર્ડ બનાવે છે. હવે ફરી એક વખત અમિતાભ બચ્ચન પોતાની આગવી શૈલીમાં દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી KBC 13ના પ્રોમો સર્વત્ર જોવા મળે છે અને આજે (23 ઓગસ્ટ)થી આ શો રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે. ત્યારે આજે અહીં શોના પ્રીમિયરથી લઈ અનેક ખાસ બાબતો અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

KBC દ્વારા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. તેઓ ફરી એક વખત નાના પડદા પર પરત ફરવા માટે તૈયાર છે. આ શોનું પ્રીમિયર આજે થશે. આ સીઝનમાં સ્ટુડિયોમાં પ્રેક્ષકોની મર્યાદિત સંખ્યા પણ હશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે પ્રેક્ષકોને ગત સીઝનમાંમાં સ્ટુડિયોમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે આ વખતે ઓડિયન્સ પોલ લાઇફલાઇન ફરી એકવાર પરત આવી છે.

શો ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?

અમિતાભ બચ્ચનનો આ શો ઓનલાઈન જોવા તમારે સોની લિવ એપ (Sonyliv) ડાઉનલોડ કરવી પડશે. જેમાં પ્રીમિયમ મેમ્બરશીપ લેવાથી તમે આ શોના પ્રીમિયર સમયે જોઈ શકશો. તમે એપ પર સબ્સ્ક્રાઇબ નહીં કરો તો શો જોવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. આ સિવાય તમે JioTV પર પણ આ શો જોઈ શકો છો.

આ પણ વાંચો- Exclusive: અમદાવાદીઓને મળશે મોટી ભેટ, નરોડામાં બનશે શહેરનો સૌથી લાંબો ઓવરબ્રિજ, જાણો વિગતો

સિઝનની હાઇલાઇટ્સ

આ સિઝનમાં ફાસ્ટેસ્ટ ફિંગરને ફર્સ્ટ ટ્રિપલ ટેસ્ટમાં બદલવામાં આવી છે. સ્પર્ધકોએ ત્રણ સાચા જવાબો આપવાના રહેશે. આ સિવાય ટાઈમરનું નામ બદલીને ધુક-ધુકી જી કરવામાં આવ્યું છે. સપ્તાહના અંતે શાનદાર શુક્રવારમાં નામાંકિત હસ્તીઓ આવશે.

આ પણ વાંચો- Somnath Live Darshan: શ્રાવણનાં ત્રીજા સોમવારે ઘરે બેઠા જ કરો સોમનાથ દાદાના શૃંગાર દર્શન

ઓડિયન્સ પોલ

આ શો રાત્રે 9 કલાકે સોની ટીવી પર પ્રસારિત થશે. લોકો ઓનલાઈન ક્વિઝ શોનો પણ આનંદ લઈ શકે છે. આ વખતે શોમાં દર્શકો જોવા મળશે. જોકે, તેમની સંખ્યા ખૂબ સીમિત રહેશે. આ સાથે જ ઓડિયન્સ પોલ લાઈફલાઈન પણ ફરી જોવા મળશે.

નોંધનીય છે કે, KBC 13 માટે રજિસ્ટ્રેશન આ વર્ષે મે માં શરૂ થયા હતા. વર્ષ 2000માં શરૂ થયેલા આ રિયાલિટી શો શરૂ થયો હતો અને અત્યાર સુધી 12 સિઝન થઈ છે. હવે 13મી સિઝન માટે દર્શકોમાં જોરદાર ઉત્સાહ છે.
First published:

Tags: Aamitabh Bachchan, Kaun Banega Crorepati

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन