Home /News /entertainment /

KBC 13: બચ્ચનની સીટ પર ગાંગુલી બેસી જતા સેહવાગે કહ્યું- "સૌરવને સીટ પર કબજો કરવાની આદત છે!"

KBC 13: બચ્ચનની સીટ પર ગાંગુલી બેસી જતા સેહવાગે કહ્યું- "સૌરવને સીટ પર કબજો કરવાની આદત છે!"

સેહવાગ અને ગાંગુલીએ KBCના જવાબ ખૂબ વિચાર કરીને આપ્યા છે

Kaun Banega Crorepati - 3 સપ્ટેમ્બરથી શાનદાર શુક્રવાર શરૂ થઈ રહ્યો છે. જેમાં દરેક ક્ષેત્રની હસ્તીઓની હાજરી રહેશે. જેના પ્રથમ એપિસોડમાં પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ જોવા મળશે

મુંબઈ : અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan)કૌન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13) શો ટીવી પર શરૂ થઇ ગયો છે. શો શરૂ થયાના થોડા દિવસો પછી આ શો ને સિઝનનો પહેલો કરોડપતિ પણ મળી ગયો છે. હવે આ શોનો પ્રોમો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના વડા સૌરવ ગાંગુલી (Sourav Ganguly) મહેમાન તરીકે આવ્યા છે. વીડિયોમાં બંને એકબીજાની મજાક કરતા નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બરથી શાનદાર શુક્રવાર શરૂ થઈ રહ્યો છે. જેમાં દરેક ક્ષેત્રની હસ્તીઓની હાજરી રહેશે. જેના પ્રથમ એપિસોડમાં પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ જોવા મળશે.

આ પહેલા સોની ટીવીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બંને ક્રિકેટર એકબીજાની મજાક કરતા જોવા મળે છે. સેહવાગે કેટલાક જોક્સ કર્યા હતા અને સૌરવ પર મજાક કરી હતી. આ વીડિયોમાં સૌરવ અને અમિતાભ બચ્ચન સીટની અદલાબદલી કરતાં જોઈ શકાય છે. સૌરવ હોસ્ટની સીટ સંભાળે છે, ત્યારે વીરેન્દ્ર સેહવાગ અમિતાભ બચ્ચનને કહે છે કે, સૌરવ જ્યાં પણ જાય છે, ત્યાં કબ્જો કરી લે છે. તે ઉદાહરણ આપતાં કહે છે કે, ગાંગુલીએ ભારત તરફથી રમતી વખતે કેપ્ટન્સી કબજે કરી હતી અને BCCIમાં ગયા તો ત્યાં પ્રમુખ પદ સાંભળી લીધું. હવે સૌરવ અહીં આવ્યા છે.

આ પણ વાંચો - Siddharth Shukla Death : સિદ્ધાર્થ શુકલાના મોતના સમાચાર સાંભળી યુવતી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, જુઓ video




આ સાંભળીને બિગ બી થોડા પરેશાન દેખાય છે અને સૌરભના હાવભાવ પણ જોવા લાયક છે. સૌરભ કહે છે, સર, તેના પર વિશ્વાસ ન કરો. ત્યારબાદ વીરેન્દ્ર સેહવાગ વધુ એક રમૂજ કરતા કહે છે કે, તેઓ મુશ્કેલીમાં મુકાતા હતા, ત્યારે હું તેમને ઉગારતો હતો.

3 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થનાર આ એપિસોડમાં અમિતાભ બચ્ચન મહાન ખેલાડીઓ સાથે ઊંડી ચર્ચા કરતા જોવા મળશે અને ક્રિકેટમાં ઐતિહાસિક બનેલી તેમની કેટલીક યાદગાર ક્ષણોને યાદ કરશે. સેહવાગ અને ગાંગુલીએ KBCના જવાબ ખૂબ વિચાર કરીને આપ્યા છે. આ સાથે જ ગેમ દરમિયાન ઘણી રમૂજ-મજાક પણ થઈ છે.
First published:

Tags: Kaun Banega Crorepati 13, Sourav ganguly, Virender sehwag, અમિતાભ બચ્ચન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन