Home /News /entertainment /'KBC 13'ના એપિસોડથી હંગામો, વાંધો ઉઠાવ્યા બાદ ડિલીટ કર્યા સીન, જાણો શું છે આખો મામલો
'KBC 13'ના એપિસોડથી હંગામો, વાંધો ઉઠાવ્યા બાદ ડિલીટ કર્યા સીન, જાણો શું છે આખો મામલો
અમિતાભ બચ્ચન - કેબીસી
'કૌન બનેગા કરોડપતિ 13' નો નવો પ્રોમો (Kaun Banega Crorepati 13 Promo) રિલીઝ થયો છે. આ પ્રોમો 'મિડ બ્રેઈન એક્ટિવેશન' (Mid Brain Activation) સાથે સંબંધિત હતો
'કૌન બનેગા કરોડપતિ 13' (Kaun Banega Crorepati 13) દ્વારા લોકોને તેમના જ્ઞાનને સાબિત કરવાની તક મળે છે. અને આ જ્ઞાનના આધારે તેઓ લાખો અને કરોડો રૂપિયા જીતે છે. પરંતુ આ શો ઘણી વખત વિવાદોમાં રહ્યો છે. તાજેતરમાં 'કૌન બનેગા કરોડપતિ 13' નો નવો પ્રોમો (Kaun Banega Crorepati 13 Promo) રિલીઝ થયો છે. આ પ્રોમો 'મિડ બ્રેઈન એક્ટિવેશન' (Mid Brain Activation) સાથે સંબંધિત હતો, જે શોના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે. પરંતુ હવે આ પ્રોમોને ચેનલે હટાવી દીધો છે. આખરે શું થયું? જેના કારણે ચેનલે પીછેહઠ કરવી પડી હતી.
પુસ્તકને માત્ર સૂંઘીને વાંચતા હોવાનો દાવો કર્યો હતો
વાસ્તવમાં, 'કૌન બનેગા કરોડપતિ 13' (Kaun Banega Crorepati 13)ના આગામી એપિસોડમાં, તેની સત્તાવાર વેબસાઇટ પર 'મિડ બ્રેઈન એક્ટિવેશન' (Mid Brain Activation)ને લઈને એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. 'KBC 13'ના આ પ્રોમોમાં શોના હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની સામે એક છોકરી ઉભી છે, જેની આંખ પર પટ્ટી બાંધેલી છે. ત્યારે આ છોકરી દાવો કરે છે કે, તે પુસ્તકને માત્ર સૂંઘીને સંપૂર્ણ વાંચી શકે છે. આ પ્રોમો પ્રસારિત થતાં જ 'ફેડરેશન ઑફ ઈન્ડિયન રેશનાલિસ્ટ એસોસિએશન'ના પ્રમુખ નરેન્દ્ર નાયકે 'KBC 13'ના આ પ્રોમો સામે વાંધો ઉઠાવ્યો હતો.
નરેન્દ્ર નાયકે ખુલ્લો પત્ર લખ્યો હતો
નરેન્દ્ર નાયકે આ પ્રોમો અંગે ચેનલને ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે લખ્યું છે કે, સામાન્ય રીતે મિડ બ્રેઈન એક્ટિવેશનનો ઉપયોગ બાળકોના માતા-પિતાને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે. તેથી, કોઈપણ રાષ્ટ્રીય ટીવી ચેનલ પર આવી વસ્તુઓનો પ્રચાર કરવો યોગ્ય નથી. આનાથી આપણા દેશની મજાક પણ ઉડી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, નરેન્દ્ર નાયક દ્વારા લખાયેલો ખુલ્લો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ચેનલે એપિસોડનો આ ખાસ ભાગ હટાવી દીધો.
આ ખુલ્લા પત્રમાં નરેન્દ્ર નાયકે લખ્યું છે કે, છોકરીનું સૂંઘવું અને પુસ્તક વાંચવું એ માત્ર એક કૌભાંડ (Scam) છે. ઘણા વૈજ્ઞાનિકો પહેલાથી જ આવી પ્રથાને પાયાવિહોણા ગણાવી ચૂક્યા છે. આ માત્ર લોકોને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે. નરેન્દ્ર નાયક મેંગલોરના રહેવાસી છે અને તે સમાજમાં આવી ભ્રામક બાબતો સામે અવારનવાર કામ કરે છે. તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, આનાથી આવા લોકોના ધંધાને પ્રોત્સાહન મળશે જેઓ બાળકોની મગજ શક્તિ વધારવાનો દાવો કરે છે.
જો કે નરેન્દ્ર નાયકના ખુલ્લા પત્રની ચેનલ પર અસર પડી હતી. અને તેણે આ સ્પેશિયલ એપિસોડના કેટલાક સીન હટાવ્યા છે. આ સાથે, ચેનલે તેના સ્પષ્ટીકરણમાં એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું હતું કે, હવે તે ભવિષ્યમાં આવી બાબતોનું ધ્યાન રાખશે અને સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કંઈપણ પ્રસારિત કરવામાં આવશે. હવે લોકો સોશિયલ મીડિયામાં નરેન્દ્ર નાયકના જોરદાર વખાણ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર